..

વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરીયા દ્વારા કરવામાં આવી નવી પહેલ…

શેર કરો

બોલશે ગુજરાત ( સુરત ) :સુરતમાં આપ સૌ જાણો છો કે AAP નું વર્ચસ્વ વધેલું છે ત્યારે વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરીયા દ્વારા તે વિસ્તારની સોસાયટી પર જઈ ને ત્યાં નાના બાળકો ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પાયલ સાકરીયા તા. 16 સપ્ટેમ્બર 2021 ની સાંજે સમજુબા પાર્ક સોસાયટી ગણેશજી ની આરતી માં જોડાયા હતા તેમજ તે સોસાયટી ના બાળકો માં પ્રોત્સાહન વધારવા માટે રમતો રમાડવામાં આવી હતી.

સોસાયટી માં બાળકો ને સંગીત ખુરશી અને લીંબુ ચમચી જેવી રમતો રમાડી અને સોસાયટી ના લોકો ના મુખે સ્મિત લાવવા નો પ્રયાસ કર્યો હતો તેમજ વિજેતા બાળકો ને સરપ્રાઇઝ ગિફ્ટ આપી. સોસાયટી ના પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરી હતી.

આ ધાર્મિક પ્રસંગે વોર્ડ 16 ની ટીમ ના હોદ્દેદાર કાર્યકરો ઉપસ્થિત રહ્યા જેમાં સાગરભાઈ સુહાગિયા,મહાવીરભાઈ તેજાણી, સર્વેશભાઈ કથીરિયા,ભાવેશભાઈ હાજર રહ્યા.

આ પહેલા પણ તેમને સામ્રાટ સોસાયટી, નારાયણ નગર સોસાયટી,અમીપાર્ક સોસાયટી જેવી તેમના માટે વિસ્તાર માં આવતી સોસાયટી માં પણ તેમને આ કાર્ય કરેલું જુવા  મળે છે.

આજે વોર્ડ નંબર 16 માં પ્રથમ વાર આવું કાર્ય જુવા મળ્યું છે કોઈ પણ ત્યાં ના સ્થાનિક કોર્પોરેટર દ્વારા બાળકો ને આવી રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હોઈ કે પછી આવી રીતે પ્રશ્નો ને વાચા આપવામાં આવી હોઈ.

સુરત ના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર દ્વારા પ્રથમ વખત આવી પહેલ થયેલ હોય તેવું જણાય આવે છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *