સમગ્ર વિશ્વમાંથી આ છે સૌથી સુંદર ૯ યુવતીઓ, જાણો તેમા ભારતની કેટલી

Spread the love

દુનિયામા દરેક લોકોને સુંદર લાગવુ ખુબ જ ગમતુ હોય છે. પરંતુ ભગવાન કેટલાક લોકોને એટલુ અદભુત રૂપ અને સૌંદર્ય આપતા હોય છે કે, તેમની આગળ સુંદરતા માપવાના માપદંડ પણ ટૂંકા પડી જતા હોય છે. અહી જુઓ સમગ્ર વિશ્વ ની સૌથી સુંદર ૯ મહિલાઓ વિષે કે જેમને મળ્યા છે સુંદરતાના ખિતાબ અને પ્રખ્યાત થઈ ગઈ છે સમગ્ર વિશ્વમા.

બેલા હદીદ :

અમેરિકન સુપર મોડેલ બેલા હદીદ ની પસંદગી વિશ્વની સૌથી સુંદર મહિલા તરીકે થઈ છે. તેના પિતા ફિલિસ્તીની છે જયારે માતા ડચ છે. બેલા ને તેના અસાધારણ ફીચર્સ ના કારણે સુંદરતાનો ખિતાબ મળ્યો છે. આ વર્ષે એક કોસ્મેટિક સર્જન ડોક્ટર જૂલિયન ડી સિલ્વાએ દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપ્યો. તેમણે ક્લાસિક ગ્રીક બ્યૂટીના આધારે બેલાને તેની સુંદરતાનો ખિતાબ આપ્યો છે.

બિયોન્સે :

સિંગર અને લોકપ્રિય અભિનેત્રી બિયોન્સે તેની સુંદરતા માટે વિશ્વભરમા પ્રખ્યાત છે. બેલા હદીદ બાદ ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટી ફી ની યાદીમા બિયોન્સે બીજા નંબરે છે. તેને પીપુલ્સ મેગઝીન દ્વારા વિશ્વની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપવામા આવ્યો છે.

એરિયાના ગ્રાંડે :

સિંગર એરિયાના ગ્રાંડે ને તેના નમણા ચહેરા અને સુંદર ફિગર માટે ઓળખવામા આવે છે. એરિયાના ગ્રાંડે ડોક્ટર જૂલિયન ડી સિલ્વા ની યાદીમા ચોથા સ્થાન પર છે.

એમ્બર હર્ડ :

અમેરિકન અભિનેત્રી અને મોડલ એમ્બર હર્ડ નુ નામ લાંબા સમયથી સુંદર મહિલાઓની યાદીમા યથાવત રહ્યુ છે. નીલી આંખોવાળી આ અભિનેત્રીને પણ ડોક્ટર જૂલિયન ડી સિલ્વાની ‘ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટી ફી’ મા જગ્યા મળી છે.

પિયા વર્ત્ઝબૈક :

પિયા વર્ત્ઝબૈક એક ફિલિપિન-જર્મન મોડેલ, અભિનેત્રી અને બ્યૂટી ક્વીન છે. તેણે ૨૦ ડીસેમ્બર, ૨૦૧૫ મા મિસ યૂનિવર્સ ૨૦૧૫ નો તાજ પહેર્યો હતો. વિશ્વભરના લોકોનુ ધ્યાન આ બ્યૂટી પર ત્યારે ગયુ હતુ, જ્યારે સ્ટીવ હાર્વેએ ભૂલથી પિયા વર્ત્ઝબૈકની જગ્યાએ કોઇ અન્ય સ્પર્ધકની જાહેરાત વિજેતા તરીકે કરી દીધી હતી.

ગીગી હદીદ :

બેલા હદીદ તેના પરિવારની એકમાત્ર મોડલ નથી કે જે સુંદરતા માટે ચર્ચામા રહી હોય. પરંતુ નીલી આંખોવાળી ગીગી હદીદ પણ તેના લૂક્સ અને સુંદરતા માટે ઓળખાય છે.

કૈટ્રિઓના ગ્રે :

કૈટ્રિઓના ગ્રે ફિલિપિન-ઓસ્ટ્રેલિયન મોડેલ, સિંગર અને બ્યૂટી પ્રેઝેન્ટ રહી ચૂકી છે. ભૂરી આંખોવાળી આ મોડલ વિશ્વભરમા તેની સુંદરતા માટે પ્રખ્યાત છે.

દીપિકા પાદુકોણ :

ભારતમા સૌથી વધારે કમાનાર અભિનેત્રીઓમાંની એક છે અને ઘણા ખિતાબ જીતનાર દીપિકા પાદુકોણ આ યાદીમા ત્રીજા નંબરે છે. દીપિકાએ વર્ષ ૨૦૦૭ મા ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મથી બોલિવૂડ ફિલ્મ જગતમા ડેબ્યૂ કર્યું હતુ. વર્ષ ૨૦૧૨ મા તેને પીપુલ્સ પત્રિકા દ્વારા ‘ઈન્ડિયાઝ મોસ્ટ બ્યૂટિફુલ વૂમન’ નો ખિતાબ પણ મળ્યો હતો. તેની સ્માઇલ તેની સુંદરતાને નિખારવામા ચાર ચાંદ લગાવી દે છે.

લુપિતા ન્યોંગો :

૩૬ વર્ષીય લુપિતા ન્યોંગો માત્ર ઓસ્કર વિજેતા અભિનેત્રી જ નહિ, પરંતુ તેને તેની સુંદરતા માટે પણ વિશ્વમા ઓળખવામા આવે છે. આ મેક્સિકન-કેન્યાઇ કલાકારે સુંદરતાના માપદંડો બાબતે ઘણી સ્પીચ પણ આપી છે. જ્યારથી તે ચર્ચામા આવી છે ત્યારથી તે વિશ્વની બેસ્ટ ડ્રેસ્ડ અને સૌથી સુંદરતાની યાદીમા આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *