આ છોકરી આર્મીની નોકરી છોડી આવી હતી મુંબઈ, આજે બોલીવુડ ની પ્રખ્યાત હીરોઈનો માં આવે છે નામ
મિત્રો , આપના દેશ માં બોલિવૂડ એક અલગ જ આધિપત્ય એક અલગ જ સ્થાન ધરાવે છે. એક વાર જે આ બોલિવૂડ ની અંધાધૂંધ દુનિયા માં જંપલાવે છે તે અહીથી બહાર નીકળી જ શકતું નથી. આ જગત ભરપૂર નામના અને નાણાં ધરાવે છે. પરંતુ , આ જગત માં પ્રવેશ કરવો સરળ નથી. અહી તમારી ઓળખ ઊભી કરવા માટે વર્ષો ના વર્ષ વીતી જાય છે અને આટલા વર્ષ નો સમયગાળો વિત્યા બાદ પણ ખાતરી તો નહીં જ કે સફળતા પ્રાપ્ત થશે.
આ બોલિવૂડ જગત માં દર વર્ષે અનેક લોકો પોતાનું ભાગ્ય ચમકાવવા આવે છે પરંતુ , તેમાથી અમુક જ સફળતા પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત હાલ વર્તમાન સમય માં ગવર્મેન્ટ જોબ મળવી અત્યંત કઠીન છે. બોલિવૂડ માં ઘણા એવા એક્ટર્સ છે જેમની પાસે આની ક્ષેત્રે વિશારદ પ્રાપ્ત થયેલી ડિગ્રીઓ પડેલી છે પરંતુ , તે અભિનય કરવાની ઇચ્છા ધરાવે છે. આવા જ એક અભિનેત્રી છે માહી ગિલ. આ બોલિવૂડ જગત માં પ્રવેશ કરતાં પૂર્વે તે એક સરકારી જોબ કરી રહી હતી.
પરંતુ , પોતાની અભિનય ની ઇચ્છા ને પૂર્ણ કરવા માટે તેમણે નોકરી છોડવાનો એક ખૂબ જ મહત્વ નો નિર્ણય લીધો. માહી ગિલ ની બોલિવૂડ ક્ષેત્રે હાલ ખૂબ જ મોટી નામના છે. તેમણે એક સશક્ત અભિનેત્રી તરીકે બોલિવૂડ માં પોતાની છાપ છોડી છે. માહી બોલિવૂડ ની અનેકવિધ ફિલ્મો માં કામ કરી ચૂકી છે અને તેની સાથોસાથ તે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પણ સક્રિય છે. મીડિયા થી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ માહી હાલ થોડા સમય પૂર્વે જ ‘ સાહેબ , બીવી અને ગેંગસ્ટર ૩ ’ માં કરતી જોવા મળી હતી.
હાલ માં જ માહી એ એક ઈવેન્ટ ની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે જો તે આ બોલિવૂડ જગત માં ના પ્રવેશી હોત તો તે આર્મી માં કોઈ મોટી પોસ્ટ પર કાર્ય કરી રહી હોત. માહી ગિલ નો જન્મ ૧૯ ડિસેમ્બર , ૧૯૭૫ ના રોજ થયો હતો. માહી ના પિતા એક ગવર્મેન્ટ કર્મચારી હતા તથા માતા કોલેજ માં એક પ્રવકતા હતી. માહી ને તેના શાળાકીય સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય કેડેટ કોર જાહેર કરવામાં આવી હતી અને ત્યાથી તેના માટે આર્મી માં જવા માટે નો માર્ગ ખૂલ્યો હતો.
માહી આર્મી માં સિલેક્ટ પણ થઈ ચૂકી હતી અને તેણે ડ્યૂટી પણ જોઇન કરી હતી પરંતુ , તેનું ભાગ્ય ક્યાક બીજે જ લખાયું હતું. આર્મી માં ફરજ બજાવતા સમયે માહી ની મુલાકાત એક ડિરેક્ટર સાથે થઈ અને તેમણે ફિલ્મ માં અભિનય કરવાની સુવર્ણ તક મળી. માહી એ સાહેબ , બીવી ઔર ગેંગસટર , દેવ ડી અને જંજીર જેવી ફિલ્મો માં કાર્ય કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને આ ફિલ્મો માં કરેલા માહી ના અભિનયે દર્શકો નું મન મોહી લીધું.
માહી એ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યુ હતું કે તે ક્યારેય પણ અભિનેત્રી બનવા માંગતી ના હતી પરંતુ , ચેન્નઈ માં તેમની સાથે સર્જાયેલ એક અકસ્માત ના કારણે તેમણે સેના ની નોકરી ફરજિયાતપણે છોડવી પડી અને ત્યાર બાદ તે બોલિવૂડ નો એક ભાગ બની. હાલ , માહી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટોસ શેયર કરતી રહેતી હોય છે.