ઘરમા રાખો બસ આ એક વસ્તુ, પૈસા ખેચાય ને આવશે ચુંબક ની જેમ અને સાથે જ લાવશે સુખ-શાંતિ

Spread the love

મિત્રો, ઘણા લોકોના ઘરને આકર્ષક બનાવવા માટે લીલા વનસ્પતિના કુંડા ગોઠવતા હોય છે. ઘરમા આ કુંડા રાખવાથી આપણુ સ્વાસ્થ્ય તાજગીમય રહે છે. તે આપણા મનને શાંતિ આપે છે તથા આપણા ઘરનુ વાતાવરણ પણ શુધ્ધ બને છે. ફેંગસુઇ મુજબ એક એવો છોડ છે જે ઘરમા રૂપિયા ને ચુંબકની જેમ ખેંચે છે અને આ પ્લાન્ટ નુ નામ છે ક્રસુલા પ્લાન્ટ.

બધા લોકોએ ઘરમા રાખવુ જોઈએ આ પ્લાન્ટ :

ઘરમા નાણા અને સકારાતમકતા ને આકર્ષે છે આ પ્લાન્ટ. મન ને શાંતચિત કરી આજુબાજુ ના આબોહવા ને પણ શુદ્ઘતા પ્રદાન કરે છે. મોટાભાગના લોકો ને આ રોપ વિશે ખ્યાલ નહી હોય. ક્રાસુલા ના રોપ ને મની પ્લાન્ટ પણ કહેવાય છે. ફેંગસુઇમા આ મની પ્લાન્ટ નુ અત્યંત વિશેષ મહત્વ છે. એવી માન્યતાઓ છે કે આ છોડ ચુંબકની માફક પૈસાને પોતાની તરફ ખેંચે છે. આ રોપ ના પાંદડા પહોળા અને નરમ હોય છે. આ પાંદડા નો રંગ લાલ અને પીળો હોય છે.

મની પ્લાન્ટની સૌથી વિશિષ્ટ વાત એ છે કે, તેના પાંદડા જલ્દી તુટતા કે મુરઝાતા નથી. આ પ્લાન્ટ ની વિશેષ સાર-સંભાળ લેવી. તેમા ૩-૪ દિવસ બાદ પાણી ઉમેરો તો પણ તે તાજા રહેશે. આ મની પ્લાન્ટ તમે ઘરમા કોઇપણ ખૂણે રાખી શકો છો. તેને વધુ પડતા તડકા કે છાંયડાની આવશ્યકતા હોતી નથી. મની પ્લાન્ટ એ હંમેશા ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ રાખવુ શુભ ગણાય છે. આના કારણે ઘરમા સુખ-શાંતિ અને સમૃધ્ધિ પણ આવે છે.

ફેંગસુઇ મુજબ આ પ્લાન્ટ ને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવાથી નાણા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જે ઘરના મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટ હોય છે, તે ઘરમા ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. આ પ્લાન્ટ ઘરમાં રાખવાથી વ્યક્તિ રોગમુક્ત રહે છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. ઘરમા કોઈપણ જાતના વાદ-વિવાદ થતા નથી. મન શાંત રહે છે. ઘરમા સકારાત્મક ઊર્જાને પ્રોત્સાહન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *