..

આ ફળ ના સેવન થી વજન ઘટે છે સડસડાટ, જાણો છો કયું છે આ ફળ ?

શેર કરો

મિત્રો , દરેક વ્યક્તિ પાતળુ દેખાવવાની ઈચ્છા ધરાવતા હોય છે અને પોતાનુ વજન નિયંત્રિત કરવા માટે તે શક્ય દરેક પ્રયાસ કરતા હોય છે. જો વજન નિયંત્રિત હોય તો તમારુ શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે,જો તમારુ વજન નિરંતર વધતુ રહેતુ હોય તો તમે હૃદયરોગ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડશુગર જેવી સમસ્યાઓથી પીડાઈ શકો. પોતાની જાતને પાતળી બનાવવા માટે લોકો જીમમા જવાથી માંડીને ડાયેટિંગ સુધીના તમામ પેંતરા અજમાવતા હોય છે.

આ સિવાય વજન ઘટાડવા માટે ઘણીવાર લોકો તબીબી સુવિધાઓનો પણ આશ્રય લેતા હોય છે. આ ઉપરાંત ઘણા ઘરગથ્થુ ઉપચાર એવા હોય છે જે તમારુવજન ઘટાડવામા સહાયરૂપ બની શકે છે. ઘણી ખાણીપીણીની ચીજવસ્તુઓ પણ વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ ખાણીપીણીની ચીજવસ્તુઓમા એક વસ્તુ છે અનાનસ.

વજન ઘટાડવા માટે અનાનસ છે રામબાણ ઈલાજ : 

અનાનાસમા ભરપૂર પ્રમાણમા વિટામિન સી અને એન્ટી-ઓક્સિડેન્ટ નો સમાવેશ થાય  છે. આ પોષકતત્વો વજન ઘટાડવા માટે સહાયરૂપ સાબિત થાય છે. અનાનાસ નું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. જેથી તમને લાંબા સમય સુધી કઈપણ ખાવાની ઇચ્છા થતી નથી. આ સ્થિતિમા તમે વધુ પડતુ ભોજન નુ સેવન ટાળશો અને તમારુ વજન પણ નિયંત્રિત રહેશે. અનાનાસમા ચરબીનુ પ્રમાણ નહીવત હોય છે. તેથી તેના નિયમિત સેવનથી લોકો પોતાનુ વજન નિયંત્રણમા લાવી શકે છે.

કેવી રીતે કરવુ અનાનસનુ સેવન :

તમે અનાનસ નું સેવન અનેકવિધ રીતે કરી શકો છો. તમે ઈચ્છો તો અનાનસનો રસ કાઢી તેનું સેવન કરી શકો. આ સિવાય અનાનસના  નાના-નાના ટુકડા કરીને દહીંમા ઉમેરીને તેનુસેવન કરી શકાય છે. આ સિવાય તમે અનાનસ નું સલાડ બનાવીને પણ તેનુ સેવન કરી  શકો છો. આ સિવાય તમે અનાનસ નો ઉપયોગ કરીને તેનુ જામ અથવા ચટણી બનાવીને તેનુ સેવન કરી શકો છો.

અન્ય લાભ :

અનાનસમા કેન્સર વિરોધી પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ સિવાય અનાનાસનુ સેવન બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ લાભદાયી સાબિત થાય છે. અનાનાસમા પોટેશિયમનુ પ્રમાણ વધુ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામા સહાયરૂપ બને છે. અનાનસમાં સોડિયમનુ પ્રમાણ ફક્ત ૨ મિલિગ્રામની નજીક હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામા સહાયરૂપ બને છે. અનાનાસ નું સેવન સાંધાનો દર્દ અને સોજો ઘટાડવામા પણ સહાયરૂપ બને છે. આ ફળમા બ્રોમલિન નામનુ તત્વ પણ સમાવિષ્ટ હોય છે, જે સંધિવા ની સમસ્યાને દુર કરવામા સક્ષમ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *