..

શરદી, ઉધરસ તેમજ ગળા થી લગતા રોગો થી બચવા માટે એકવાર જરૂર થી બનાવો આ “આદુ ની બર્ફી”

શેર કરો

મિત્રો, હાલ લોકડાઉન ૩ મે સુધી લંબાયુ છે એટલે ૩ મે સુધી ઘરેબેઠા શુ કરવુ જો તે ચિંતા સતાવી રહી હોય તો આજે આ લેખમા અમે તમારા માટે એક વિશિષ્ટ વાનગી લઈને આવ્યા છીએ, જેનુ નામ તમે કદાચ નહિ સાંભળ્યુ હોય. આ વિશિષ્ટ વાનગી છે મહારાષ્ટ્ર નો આલેપાક એટલે કે આદુ ની બરફી જે ત્યા ખૂબ જ પ્રખ્યાત છે.

આ બરફી સ્વાદમા થોડી મીઠી અને થોડી તીખી લાગે છે. આ બરફી બનાવવી ખૂબ જ સરળ છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. તો ચાલો આ સ્વાદિષ્ટ બરફી બનાવવા માટેની રેસીપી વિશે માહિતી મેળવીએ.

આદુ ની બરફી બનાવવા માટે આવશ્યક સામગ્રી :

આદુ : ૨૦૦ ગ્રામ, ખાંડ : ૩૦૦ ગ્રામ, ઘી : ૨ ચમચી, ઈલાયચી : ૧૦ નંગ

આદુ ની બરફી બનાવવા માટેની વિધિ :

આદુની બરફી બનાવવા માટે સૌથી પહેલા ૨૦૦ ગ્રામ આદુ લઈ લો અને તેનુ યોગ્ય રીતે કટિંગ કરી લો. ત્યારબાદ હવે એક મિક્સર જાર લઈ લો અને તેમા આ કાપેલ આદુ ના ટુકડા અને ૨-૩ ચમચી દૂધ ઉમેરી ક્રશ કરીને બારીક મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ હવે એક કડાઈમા ૧ ચમચી ઘી ઉમેરીને ગરમ કરો. હવે એક થાળી પર બટર પેપર મૂકી તેને થોડુ ઘી લગાવીને તેને ગ્રીસ કરો.

આ સમયે એક કડાઈમા ઘી ઉમેરીને તેને ગરમ કરો. ત્યારબાદ મિશ્રણ ને તેમા ઉમેરો. આ મિશ્રણને કડાઈ મા યોગ્ય રીતે હલાવો, ત્યારબાદ તે મિશ્રણ બ્રાઉન થાય એટલે તેમા ખાંડ અને ઈલાયચી ઉમેરો. આ બધુ ઉમેરીને ફરી એકવાર મિશ્રણ ને ચમમચ વડે મિક્સ કરો.

આ મિશ્રણ ઘટ્ટ થઇ જાય, ત્યારે આ મિશ્રણ ને મધ્યમ આંચ પર પકાવો, એકવાર આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે મિશ્રણ ને થાળી મા નાખો અને ચમચી વડે વ્યવસ્થિત ફેલાવો. જ્યારે આ મિશ્રણ થોડુ ગરમ થઇ જાય એટલે તેને નાના-નાના ટુકડામા વિભાજિત કરી અને બરફીને ઠંડી થવા માટે મૂકી દો.

૧૦ મિનિટ બાદ તમે એક પ્લેટમા સર્વ કરી તેનુ સેવન કરી શકો. તો તૈયાર છે મહારાષ્ટ્ર સ્પેશિયલ આદુ ની બરફી. જો તમે તેને ફ્રિજમા એરટાઇટ કન્ટેનરમા સંગ્રહ કરીને રાખી મૂકો તો ૧-૨ માસ સુધી સરળતા થી તમે તેનુ સેવન કરી શકો છો. તો તમે પણ એકવાર ઘરે આ આદુ ની બરફી બનાવવા ની ટ્રાય અવશ્ય કરજો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *