..

ઘડિયાળ જો ખોટી જગ્યા પર લગાવવામાં આવે તો આવવા વાળો સમય પણ બદલાઈ જાય છે, આ જગ્યાઓ પર ના લગાવો ઘડિયાળ

શેર કરો

ઘડિયાળ નું કામ હોય છે સાચો સમય દેખાડવાનું. પણ આ ઘડિયાળ જો ખોટી જગ્યા એ લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા બધા ના ઘર માં ઘડિયાળ હોય છે. પણ લોકો હમેશા ઘડિયાળ ને ઘર ની કોઈ પણ દીવાલ પર લટકાવી દે છે. પરંતુ શું તમને ખબર છે કે કોઈ પણ ઘડિયાળ ને વાસ્તુ ના હિસાબ થી જ લગાવવી જોઈએ. છેવટે શું છે ઘડિયાળ લગાવવાની સાચી રીત? ચાલો તમને જણાવીએ.

દક્ષીણ દિશા માં ના લગાવવી જોઈએ ઘડિયાળ

દક્ષીણ દિશા માં ક્યારેય પણ ઘડિયાળ ને ના લગાવવી જોઈએ કારણકે શાસ્ત્રો ના મુજબ ઘર ના દક્ષીણ માં કાળ નો વાસ હોય છે. વાસ્તુ ની માનીએ તો દક્ષીણ દિશા માં ઘડિયાળ લગાવવાનું અશુભ થાય છે કારણકે દક્ષીણ દિશામાં મૃત પરિજનો નો ફોટો લગાવવામાં આવે છે.

તેથી દક્ષીણ દિશા માં મૃત લોકો ના ફોટા જ લગાવો, ઘડિયાળ નહિ. વાસ્તુ ના મુજબ ઘડિયાળ લગાવવાનું સાચું સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે આ ત્રણે દિશાઓ પોઝીટીવ એનર્જી વાળી હોય છે.

ઘર ના દરવાજા પર ના લગાવો ઘડિયાળ

વાસ્તુ ના મુજબ ઘડિયાળ ને ઘર ના કોઈ પણ દરવાજા પર ના લગાવવું જોઈએ. તેને અશુભ માને છે. દરવાજા પર ઘડિયાળ લગાવવાનો અર્થ ઘર માં તણાવ ને આમંત્રણ આપવાનું હોય છે. તેનાથી ઘર માં ટેન્શન નું માહોલ બની રહેશે. એવું તેથી થાય છે કારણકે દરવાજા થી પસાર થતા સમયે નકારાત્મક એનર્જી નો પ્રવાહ થાય છે.

લગાવો લોલક વાળી ઘડિયાળ

જો તમે પોતાના ઘર ના ડ્રોઈંગ રૂમ માં પેન્ડુલમ વાળી ઘડિયાળ લગાવશો તો આ વાસ્તુ ના મુજબ શુભ હોય છે. પેન્ડુલમ વાળી ઘડિયાળ દરેક કલાક ટન-ટન નો અવાજ કરે છે અને તમને સમય નો આભાસ કરાવે છે. જો તમે એવી ઘડિયાળ લગાવો છો તો ઘર માં બરકત બની રહેશે.

બંધ ઘડિયાળ ને તરત ફેંકી દો

ક્યારેય પણ બંધ ઘડિયાળ ને ઘર માં ના રાખવું જોઈ. બંધ ઘડિયાળ ને અથવા તો રિપેયર કરાવી લો અથવા ઘર થી બહાર કરાવી દો. કોઈ પણ બંધ ઘડિયાળ ને ઘર માં રાખવાનું અશુભ હોય છે, પછી ભલે તે દીવાલ ઘડિયાળ હોય, હાથ ની ઘડિયાળ હોય અથવા પછી ટેબલ કલોક.

વાસ્તુ માં કહેવામાં આવે છે કે રોકાયેલ સમય તમારા જીવન ને પણ રોકી દે છે અને દરેક કામ માં રુકાવટ પેદા કરે છે. તેથી તમારા ઘર માં પણ જો કોઈ રોકાયેલ ખરાબ ઘડિયાળ છે તો તેને તરત રિપેયર કરાવી લો અથવા પછી કોઈ કબાડ માં આપી દો.

સમય થી આગળ-પાછળ ના રાખો ઘડિયાળ

કોઈ પણ ઘડિયાળ ને સમય પર રાખવાનું બહુ જરૂરી હોય છે. ઘડિયાળ ના સમય ને આગળ અથવા પાછળ કરીને ના રાખવું જોઈએ. વાસ્તુ ના મુજબ, જો ઘડિયાળ પોતાના વાસ્તવિક સમય થી પાછળ ચાલશે તો વ્યક્તિ ને પોતાના જીવન માં કઠીન પરિશ્રમ કરવું પડી શકે છે. તેથી સમય ને બરાબર રાખો.

ઘડિયાળ નો આકાર

વાસ્તુ માં ઘડિયાળ નો આકાર પણ બહુ મહત્વ રાખે છે. જો તમારા ઘર માં ગોળ, ચકૌર, ઈંડાકાર, 8 અથવા 6 ભુજા નો આકાર વાળી ઘડિયાળ છે તો આ શુભ માનવામાં આવે છે. ઘર માં ત્રિકોણ આકાર ની ઘડિયાળ ના રાખવી જોઈએ. વાસ્તુ ના મુજબ આ પ્રકારની ઘડિયાળ અશુભ હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *