..

11 મુખી હનુમાનજી નું છે બહુ ખાસ મહત્વ, જાણો કયા થી હનુમાનજી કરશે તમારી મનોકામના પૂરી..

શેર કરો

હિંદુ ધર્મ માં હનુમાનજી ની બહુ માન્યતાઓ છે અને તેમની પૂજા દરેક લોકો કરે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ છે અને પોતાના ભક્તો માટે હંમેશા ઉભા રહે છે તેમની રક્ષા બુરાઈઓ થી કરે છે. જો તમે હનુમાનજી ની પૂજા મંગળવાર ના દિવસે પૂરી શ્રદ્ધા ની સાથે કરે છે તો તમને મનવાંછિત ફળ મળે છે પરંતુ જો તમે 11 મુખી હનુમાનજી ની પૂજા કરી લીધી તો તમારા જીવન માં સુખ સમૃદ્ધિ નિશ્ચિત રૂપ થી મળે છે. 11 મુખી હનુમાનજી ના છે બહુ ખાસ મહત્વ, તમને તેમની દરેક મૂર્તિ થી શું મનોકામનાઓ માંગવી જોઈએ તેના વિશે જાણવું જોઈએ.

11 મુખી હનુમાનજી નું છે બહુ ખાસ મહત્વ

હનુમાનજી ની શક્તિઓ જયારે 11 મુખી હનુમાનજી ની સાથે જોડાઈ જાય છે તો આ ચમત્કારિક રૂપ થી વધે છે. ભક્ત હનુમાનજી થી એક સાથે ઘણા આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખવા વાળા ને તેમની 11 મુખી હનુમાનજી ની પૂજા જરૂર કરવી જોઈએ. ભગવાન ની પૂજા કરવાથી એક સાથે ઘણી મનોકામનાઓ ની પૂર્તિ થાય છે. હા 11 મુખી હનુમાનજી ની મૂર્તિ અથવા મંદિર દરેક જગ્યાએ સરળતાથી નથી મળતી કારણકે દરેક જગ્યાએ એક મુખી હનુમાનજી જ હોય છે. એક મુખી ની વાત 5 મુખી હનુમાનજી ની પ્રતિમા પણ મળે છે પરંતુ 11 મુખી તો સરળતાથી નથી મળતી પરંતુ જો મળી જાય તો તમને તેમની પૂજા જરૂર કરવી જોઈએ.

પૂર્વમુખી હનુમાનજી

પૂર્વ ની તરફ મુખવાળા બજરંગબલી ને વાનર રૂપ માં પૂજવામાં આવે છે. આ રૂપ માં ભગવાન ને બહુ શક્તિશાળી અને કરોડો સૂર્ય ના તેજ સમાન જણાવ્યા છે શત્રુઓ ના નાશ ના બજરંગબલી કહેવામાં આવે છે. દુશ્મન જો તમારા પર હાવી થઇ રહ્યા છે તો પૂર્વમુખી હનુમાનજી ની પૂજા કરવી જોઈએ.

પશ્ચિમમુખી હનુમાનજી

પશ્ચિમ ની તરફ મુખ વાળા હનુમાનજી ને ગરુડ નું રૂપ માને છે. આ રૂપ સંકટમોચન નું સ્વરૂપ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ નું વાહન ગરુડ અમર છે તેના સમાન બજરંગબલી પણ અમર છે. આ કારણ છે કે કળયુગ ના જાગૃત દેવતાઓ માં બજરંગબલી ને માનવામાં આવે છે.

ઉત્તરામુખી હનુમાનજી

ઉત્તર દિશા ની તરફ મુખ વાળા હનુમાનજી ની પૂજા શુકર ના રૂપ માં કરવામાં આવે છે. એક વાત બીજી તે છે કે ઉત્તર દિશા એટલે ઇશાન ખૂણો દેવતાઓ ની દિશા માનવામાં આવે છે અને આ મંગળકારી હોય છે. આ દિશા માં સ્થાપિત બજરંગબલી ની પૂજા થી માણસ ની આર્થીક સ્થિતિ સારી હોય છે અને આ તરફ મુખ કરેલ ભગવાન ની પૂજા તમને ધન-દોલત, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા, લાંબી ઉંમર ના સાથે જ રોગમુક્ત કરી દે છે.

દક્ષિણામુખી હનુમાનજી

દક્ષિણામુખી હનુમાનજી ને ભગવાન નૃસિંહ નું રૂપ માનવામાં આવે છે. દક્ષીણ દિશા યમરાજ ની હોય છે અને આ દિશા માં હનુમાનજી ની પૂજા થી માણસ ના ડર, ચિંતા અને મુશ્કેલીઓ થી મુક્તિ મળી જાય ચેહ અને દક્ષિણામુખી હનુમાનજી ખરાબ શક્તિઓ થી બચે છે.

ઉર્ધ્વમુખ

આ તરફ મુખ કરેલ હનુમાનજી ને ઉર્ધ્વમુખ રૂપ એટલે ઘોડા નું રૂપ માનવામાં આવે છે. આ રૂપ ની પૂજા કરવા વાળા ને દુશ્મનો અને સંકટો થી મુક્તિ મળે છે અને આ સ્વરૂપ ને ભગવાન એ બ્રહ્માજી ના કહેવા પર ધારણ કરીને હયગ્રીવદૈત્ય નો સંહાર કર્યો હતો.

પંચમુખી હનુમાન

પંચમુખી હનુમાનજી ના પાંચ રૂપો ની પૂજા કરે છે અને તેમાં દરેક મુખ અલગ અલગ શક્તિઓ નું પરિચાયક હોય છે. રાવણ એ જયારે છળ થી રામ લક્ષ્મણ બંધક બનાવી લીધા હતા ત્યારે હનુમાનજી એ પંચમુખી હનુમાન નું રૂપ ધારણ કરીને અહીરાવણ થી મુક્ત કરાવ્યા હતા. પાંચ દીવા એકસાથે બુઝાવવા પર જ શ્રીરામ-લક્ષ્મણ મુક્ત થઇ શકતા હતા તેથી ભગવાન એ પંચમુખી રૂપ ધારણ કર્યું. ઉત્તર દિશા માં વરાહ મુખ, દક્ષીણ દિશા માં નરસિંહ મુખ, પશ્ચિમ માં ગરુડ મુખ, આકાશ ની તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશા માં હનુમાન મુખમાં વિરાજમાન છે.

એકાદશી હનુમાન

આ રૂપ ભગવાન શિવ નું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને એકાદશી રૂપ રુદ્ર એટલે શિવ નો 11 મો અવતાર છે. અગિયાર મુખ વાળા કાલકારમુખ ના રાક્ષસ નો વધ કરવા માટે ભગવાન એ એકાદશી મુખ નું રૂપ ધારણ કર્યું હતું. ચૈત્ર પૂર્ણિમા એટલે હનુમાન જયંતી ના દિવસે તે રાક્ષસ નો વધ કરી દીધો હતો. આ કારણ છે કે ભક્તો ને એકાદશી અને પંચમુખી હનુમાનજી પૂજા બધા જ ભગવાનો ની ઉપાસના સમાન માનવામાં આવે છે.

વીર હનુમાન

હનુમાનજી ના આ સ્વરૂપ ની પૂજા ભક્ત સાહસ અને આત્મવિશ્વાસ મેળવવા માટે કરે છે. આ રૂપ ના દ્વારા ભગવાન ના બળ, સાહસ, પરાક્રમ માટે વિખ્યાત છે તેનો અર્થ આ છે કે ભગવાન શ્રીરામ ના કાજ ને સંવારી શકે છે તે પોતાના ભક્તો ને દરેક કામ અને કષ્ટ ને ક્ષણ માં દુર કરે છે.

ભક્ત હનુમાન

ભગવાન નું આ સ્વરૂપ માં શ્રીરામ ભક્ત માટે છે. તેમની પૂજા કરવાથી તમને ભગવાન શ્રીરામ નો પણ આશીર્વાદ મળે છે. બજરંગબલી ની પૂજા અડચણો ને દુર કરવા વાળી હોય છે અને આ પૂજા થી ભક્તો માં એગ્રાતા અને ભક્તિ ની ભાવના જાગૃત થાય છે.

દાસ હનુમાન

બજરંગબલી નું આ સ્વરૂપ શ્રીરામ ની તરફ તેમની ભક્તિ ને દર્શાવે છે. આ સ્વરૂપ ની પૂજા કરવા વાળા ભક્તો ને ધર્મ કાર્ય અને સંબંધ નિભાવવા માં નિપુણતા મળે છે. સેવા અને સમપર્ણ નો ભાવ ભક્ત આ સ્વરૂપ ના દ્વારા જ મેળવે છે.

સુર્યમુખી હનુમાન

આ સ્વરૂપ ભગવાન સૂર્ય ને માનવામાં આવે છે. સૂર્યદેવ બજરંગબલી ના ગુરુ માનવામાં આવે છે અને આ સ્વરૂપ ની પૂજા થી જ્ઞાન, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ અને ઉન્નતી નો રસ્તો ખોલે છે. કારણકે શ્રીહનુમાન ના ગુરુ સૂર્યદેવ પોતાની તે શક્તિઓ માટે ઓળખાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *