..

ભડકે બળતાં પેટ્રોલ-ડીઝલનાં ભાવથી જનતા ત્રાહિમામ, આ શહેરમાં તો થયો આંકડો ૧૦૦ ને પાર..

શેર કરો

દેશમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવે અત્યાર સુધીના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે આંતરરાષ્ટ્રીય તેલ ના ભાવ ૨૦૧૪ પછીના સૌથી ઊંચા સ્તર પર છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેંટ ૮૧ ડોલર પ્રતિ બેરલનાં પાર છે.

જેના કારણે દેશભરમાં ઇંધણના ભાવમાં વધારા સાથે પેટ્રોલ અને ડીઝલ પરની મોંઘવારી અટકી નથી રહી. સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓની તાજેતરની માહિતી અનુસાર પેટ્રોલની કિંમતમાં આજે એટલે કે ૬ ઓકટોબર પેટ્રોલમાં ૬૫ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલ નો દર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧૦૨.૯૪ રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં ૧૦૮.૯૬ રૂપિયા પ્રતિ લીટર નો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે

તમને જણાવી દઈએ કે સ્થાનિક ટેક્સના આધારે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. ઓક્ટોબરમાં એક સપ્તાહથી ઓછા સમયમાં પેટ્રોલના ભાવમાં પાંચમી વખત વધારો થયો છે. ૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધી ડીઝલની કિંમતમાં ૦૨ રૂપિયાનો વધારો થયો છે અને પેટ્રોલમાં ૦૧ રૂપિયા નો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *