..

બિડેન જીતની નજીક તો પાકિસ્તાન ખુશખુશાલ, જાણો તેની પાછળના કારણો

શેર કરો

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન હાલમાં તો જીતની નજીક લાગી રહ્યા છે.

જો બિડેન ચૂંટણી જિત્યા તો ભારત અને અમેરિકાના સબંધો પર તેની કેવી અસર પડશે તેની ચર્ચા તો ચાલી જ રહી છે પણ સાથે સાથે પાકિસ્તાનમાં બિડેન જીતની નજીક હોવાથી ખુશી જોવા મળી રહી છે.

બિડેન દ્વારા ભૂતકાળમાં સતત પાકિસ્તાનને સમર્થન અપાયુ છે અને તેના બદલામાં પાકિસ્તાને 2008માં બિડેનને પાકિસ્તાનના બીજા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન હિલાલ-એ-પાકિસ્તાન આપવામાં આવ્યુ હતુ.તે સમયના પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ ઝરદારીએ સતત પાકિસ્તાનનો સાથ આપવા બદલ બિડેનનો આભાર માન્યો હતો.પાકિસ્તાન એવુ જ ઈચ્છી રહ્યુ છે કે, બિડેન સત્તા પર આવે.

બિડેન હાલમાં ચૂંટણી પ્રચારમાં પણ કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનો કરી ચુક્યા છે.તેમની ટીમે કાશ્મીરમાં મુસ્લિમોની સરખામણી બાંગ્લાદેશમાં રહેતા રોહિંગ્યા અને ચીનના ઉઈગુર મુસ્લિમો સાથે કરી હતી.ભારત સરકાર કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરે તેવી માંગ પણ બિડેનની ટીમ કરી ચુકી છે.

બિડેનના ડેપ્યુટી કમલા હેરિસ પણ કાશ્મીરમાં દખલ કરવા માટે ઈચ્છા વ્યકત કરી ચુક્યા છે.પાકિસ્તાન આ જ ઈચ્છે છે અને એટલે બિડેનને જીતવાની અણી પર જોઈને પાકિસ્તાનની સરકાર ખુશ થઈ રહી હશે.બિડેન પ્રમુખ બન્યા તો પાકિસ્તાન સાથે અમેરિકાના સબંધોમાં ફરી સુધારો થઈ શકે છે.

ટ્રમ્પના શાસનકાળમાં પાકિસ્તાનના અમેરિકા સાથેના સબંધો ખરાબ થઈ ચુક્યા છે.એક પાકિસ્તાની વિશ્લેશકનુ કહેવુ છે કે, જો ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બન્યા તો તે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો સામે વધારે આકરા પગલા લેશે.આ પહેલા પણ ટ્રમ્પ પોતાના શાસનકાળમાં મુસ્લિમ દેશોના નાગરિકોની એન્ટ્રી માટે આકરા કાયદા બનાવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *