..

લોકડાઉન ના સમય નો સદુપયોગ, પાણી ને ફિલ્ટર કરવાવાળા મશીન થી બનાવ્યુ ઓટોમેટીક સેનેટાઈઝર

શેર કરો

હાલ હવે લોકો કંટાળી ગયા છે. છેલ્લા કેટલા મહિનાઓ થી લોકો પોતાના ઘર મા જ કેદ હોય તેવો અનુભવ કરી રહ્યા છે. આવા મા સરકાર દ્વારા પણ અમુક અંશે છૂટ આપવામા આવી છે. જેના પગલે હવે દિવસો પેહલા ની જેમ સામાન્ય બનતા જાય છે. આ કોરોનાએ તો માનવ જીવન સાવ વેર વિખેર કરી નાખ્યું છે. એવા મા ઘણા લોકો ની માંગ પર ટી.વી મા જુના પૌરાણિક ધારાવાહિક પણ ફરી પ્રસારિત કરવામા આવ્યા કે જેથી લોકો પોતાના ઘરે રહી કંટાળા નો અનુભવ ન કરે.

તો ઘણા લોકોએ આ લોકડાઉન ના સમય નો સદુપયોગ પણ કર્યો છે. કહેવાય છે ને કે જીવનમા ગમે તેવો સમય આવે પણ માણસ ને તેનો ઉપયોગ જો કરતા આવડતો હોય તો તેવા સમય ને તે સદઉપયોગમા ફેરવી દે છે.આવો જ કંઈક કિસ્સો સુરત માથી સામે આવ્યો છે. કોરોના ના આ લોકડાઉન મા સુરત ના એક યુવકે તેના આ સમય નો ઉત્તમ સદુપયોગ કર્યો છે. હાલ જ્યાં લોકો પોતાના ઘર મા બેસી કશું જ નથી કરતા તેમના માટે આ એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય છે.

હર્ષિત બોરડ નામ ના આ યુવકે આ લોકડાઉન ના ૫૫ દિવસ ઘરે બેસી ને એક ઓટો સેનેટાઈઝર મશીન નું નિર્માણ કર્યું છે. કામ વગર ઘરે બેસી ને યુવક ને આ ઇનોવેટિવ આઈડિયા આવ્યો હતો. યુવકે ઘરે રહી વોટર ફિલ્ટર મશીનમા જ આ ઓટો સર્કિટ લગાવી એક અદભુત ઓટો સેનેટાઈઝર મશીન બનાવી નાખ્યું.

આ બાદ સુરત સહિત ના ઘણા બીજા રાજ્ય મા પણ જાણ થતા આ મશીન ની ડિમાન્ડ હવે વધવા લાગી. જો કે સુરતમા પ્રથમ આ પ્રકાર નુ મશીન બનાવામા આવ્યું હતું. ત્યારે આ મશીન સરકારી કચેરીમા ઉપયોગ માટે ની ડિમાન્ડ આવી રહી છે. જો કે હવે તો હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી આ પ્રકાર નુ મશીન જીવન ની તાતી જરૂરિયાત બની રહેશે તેવું જોવા મા આવી રહ્યુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *