..

ટાઇટેનિક” જહાજ ને કેમ આજ સુધી દરિયા માથી બહાર કાઢવામા આવ્યુ નથી? ઘણો ઊંડો છે રહસ્ય, તમારે જરૂર થી જાણવું જોઈએ

શેર કરો

તમે ટાઇટેનિક વિશે ઘણુ વાંચ્યુ તેમજ સાંભળ્યું હશે. આજ ના આર્ટીકલ મા અમે ફિલ્મ વિશે વાત નથી કરી રહ્યા પરંતુ વાસ્તવિક ટાઇટેનિક જહાજ કે જેના પર એક ફિલ્મ પણ બનાવવામા આવી હતી. ટાઇટેનિક વિશ્વ નું સૌથી મોટુ જહાજ તરીકે જાણીતુ થયા ને આજે ૧૦૮ વર્ષ થયા છે. લોકો ને ખબર છે કે તેનો કાટમાળ ક્યાં છે, પરંતુ આજદિન સુધી આ કાટમાળ ને દરિયા માથી કાઢવામાં આવ્યો નથી. તમે જાણો છો કેમ? તો ચાલો આજ ના આ આર્ટીકલ મા તેના વિશે વિગતવાર જાણીએ. તેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

ટાઇટેનિકએ ૧૦ એપ્રિલ ૧૯૧૨ ના રોજ સાઉથેમ્પ્ટન બંદર બ્રિટેન થી ન્યુ યોર્ક તરફ પ્રયાણ કર્યું હતુ. પરંતુ ૧૪ એપ્રિલ ૧૯૧૨ ના રોજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમા એક આઇસબર્ગ સાથે અથડાતા અને તેના બે ટુકડા થતા તેનુ કાટમાળ ૩.૮ કિલોમીટર ની ઊંડાઈએ જઈને પડ્યું.આ અકસ્માતમા લગભગ ૧૫૦૦ જેટલા લોકો ના મોત થયા હતા. તે ત્યાર ના સમય ની સૌથી મોટી દરિયાઇ ઘટના માનવામા આવે છે. આશરે ૭૦ વર્ષો થી આ જહાજ નુ ભંગાર દરિયામા દેખાયુ ન હતું. ૧૯૮૫મા પ્રથમ સંશોધક રોબર્ટ બલાર્ડ અને તેની ટીમે ટાઇટેનિક ની ખંડિત વસ્તુઓ ને શોધી કાઢી હતી.

આ જહાજ જ્યા ડૂબ્યુ હતું, ત્યાં સાવ અંધારું છે અને તાપમાન આ દરિયા ની ઊંડાઈ ને લીધે એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. હવે વ્યક્તિ ને આટલી ઊંડાઈમા જવાનું અને પછી સલામત રીતે પાછા આવવુ ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિ મા જહાજ નુ ભંગાર બહાર લાવવું પણ ખૂબ જ કપરું કામ હતું. આ જહાજ એટલું મોટું અને ભારે હતુ કે લગભગ ચાર કિલોમીટર ની ઊંડાઈએ થી કાટમાળ કાઢવું લગભગ અશક્ય છે. એવું કહેવામા આવે છે કે ટાઇટેનિક નો કાટમાળ સમુદ્ર ની અંદર લાંબા સમય સુધી ટકી શકશે નહીં, કારણ કે તે ઝડપ થી ઓગળી રહ્યો છે.

નિષ્ણાતો ના જણાવ્યા મુજબ ટાઈટેનિક નો કાટમાળ આવતા વીસ થી ત્રીસ વર્ષમા સંપૂર્ણપણે ઓગળી જશે તેમજ દરિયા ના પાણીમા ભળી જશે. હકીકતમા, સમુદ્રમા જોવા મળતા બેક્ટેરિયા ઝડપ થી આ લોખંડ ની રચના ને બદલવા મા સક્ષમ છે, જેના લીધે તેમા કાટ લાગી રહ્યો છે. એક અહેવાલ મુજબ, કાટ નુ કારણ બનેલા આ બેક્ટેરિયા નિયમિત આશરે ૧૮૦ કિલો ભંગાર નો વપરાશ કરે છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો નુ માનવું છે કે ટાઇટેનિક ની ઉંમર હવે વધુ લાંબી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *