આ દેશમા પણ છે આબોહુબ અમરનાથ જેવુ જ “શિવલિંગ”, ખતરનાક રસ્તાઓ થી પસાર થઇ ને જવુ પડે છે ગુફા ની અંદર
ભારત નો હોય કે વિદેશ નો સમગ્ર વિશ્વ ના લોકો અમરનાથ મંદિર ના શિવલિંગ વિશે તો જાણકારી રાખતા જ હોય છે. આ એવી એક ઔલોકિક જગ્યા છે કે જ્યા બરફ થી કુદરતી રીતે શિવલિંગ બને છે. પરંતુ શું તમે જાણો છો કે અમરનાથ ના શિવલિંગ ની જેમ જ અન્ય એક શિવલિંગ પણ છે, જેની મુલાકાત લેવા માટે પણ વિશ્વભર મા થી લોકો આવે છે.
ખરેખર ઓસ્ટ્રિયા ના સલ્ઝબર્ગ શહેર ની નજીક વરફેનમા ચાલીસ કિલોમીટર ની એક લાંબી બરફ ની ગુફા છે અને અહિયાં આ ગુફા કુદરતી શિવલિંગ જેવો આકાર ધરાવે છે. આનો આકાર અમરનાથ ના શિવલિંગ કરતા પણ અનેકગણો મોટો છે. આ ગુફામા લગભગ એક કિલોમીટર સુધી ની સીડી પણ બનાવવામા આવી છે. જેથી સરળતા થી આ “શિવલિંગ’ ની નજીક પહોંચી શકાય. આ ‘શિવલિંગ’ ની ઊંચાઈ લગભગ ૭૫ ફૂટ છે. લોકો ને ગુફા ની અંદર જવા માટે ખતરનાક રસ્તાઓ માથી પસાર થવુ પડે છે.
આ સમગ્ર વિશ્વ ની સૌથી લાંબી બરફ ની ગુફા છે. તે ૧૮૭૯મા મળી આવી હતી. અહીંયા તમને ઘણા આકારો જોવા મળશે જે શિવલિંગ જેવા જ લાગે છે. આ બરફ ની ગુફા આખા વર્ષ મા મે થી લઇ ઓક્ટોબર સુધી ખુલ્લી રહે છે. અહીં તમને ઉનાળા ના મહિનાઓમા પણ ઠંડી નો અનુભવ થાય છે. આ ગુફામા આવીને તમને એવું લાગશે કે જાણે તમે કોઈ બીજી જ દુનિયા મા આવી ગયા છો.