..

નેહા કક્કડ તો આવી રીતે કમાઈ છે પૈસા, કોમેડિયન ની વાહિયાત કોમેન્ટ થી સિંગરનો ગયો પિત્તો!!

શેર કરો

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ઘણા કલાકારો પર અવારનવાર આપત્તિજનક કોમેન્ટ પાસ થતી રહે છે. ત્યારબાદ કલાકારો પણ તેનો આકરી ટીકામા જવાબ આપતા હોય છે. એ જ રીતે હાલમા ઈન્ડિયન આઈડલ-૧૧ ની જજ અને સિંગર નેહા કક્કડની હાઈટ અને તેના ટેલેન્ટ ની મજાક ઉડાવવામા આવી હતી. જાણીતા કોમેડિ કલાકાર કિકુ શારદા અને ગૌરવ ગેરા એ નેહાની મજાક ઉડાવી હતી.

હવે આ બાબતે માત્ર અને માત્ર નેહા જ નહીં પરંતુ તેનો ભાઈ ટોની કક્કડ પણ લાલઘૂમ થયો અને ટોનીએ ચેનલ અને ટીવી શોના મેકર્સ સામે બળાપો કાઢ્યો હતો. ટીવી શોમા જેમા નીચી હાઈટવાળી છોકરીનો રોલ કરતા એક કલાકારને બંને ‘છોટુ’ અને ‘નેહા કંકર’ કહીને સંબોધે છે. ત્યારે તે છોકરી તેમને કહે છે તેનુ નામ ‘નેહા શક્કર’ છે. એ ઉપરાંત ટીવી શોમા નેહાને સતત સેલ્ફી લેતી અને હેશટેગ(#) વાપરતી બતાવવામા આવી છે.

આગળ તે કિકુને કહે છે કે તેણે ‘કંઈ પણ’ ગાઈને ઘણા રૂપિયા બનાવી લીધા છે. કિકુ અને ગૌરવે કોમેડી કરવાના ચક્કરમા નેહા ની હાઈટ અને તેના સિંગિંગ ટેલેન્ટની પણ ખુબ મજાક ઉડાડી હતી. આ બધુ જોઈને નેહા કક્કડને ખુબ ગુસ્સો આવ્યો અને નેહાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમા આ વાત પોતાના ચાહકોની સાથે શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *