..

હાર્ટ એટેક કોલેસ્ટ્રોલના કારણે આવતો જ નથી, પણ આ બીજુ કારણ છે જવાબદાર ,શું તમને ખબર છે…

શેર કરો

ભારતમાં જ નહીં આખા વિશ્વમાં હૃદય રોગને લગતી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે નાની ઉંમરના લોકો મૃત્યુ પામી રહ્યા છે. તો આ બાબત વિચારવા જેવી છે કે એવું તો શું કારણ છે જેના લીધે હૃદયરોગની બીમારી કે હૃદયને લગતા રોગ વધી રહ્યા છે. પશ્વિમના દેશો કરતાં ભારતીયોને હૃદય રોગનું જોખમ લગભગ 10 વર્ષ વહેલું આવી જાય છે. આથી ખાસ કરીને ભારતીયોએ ચેતવાની જરૂર છે.

મોટાભાગના લોકો અને આપણે પણ કદાચ એવું જ માનીએ છીએ કે હૃદય રોગ કોલેસ્ટ્રોલના કારણે આવે છે. પરંતુ તેમાં પણ કેટલાક કારણો જવાબદાર છે. કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે જરૂરી છે. કોલેસ્ટ્રોલ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કેટલાક લોકો જાણતા હશે કે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ.

આજકાલ ઘણા એવા તેલ આપણે ખાઈએ છીએ. જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે હોય છે અને સારું કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. સારું કોલેસ્ટ્રોલ એટલે હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે લો-ડેન્સિટી લિપોપ્રોટીન. આમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. તેમાંથી શરીર માટે આપણને સારું કોલેસ્ટ્રોલ જોઈતું હોય છે.

આ કોલેસ્ટ્રોલને આપણે શોર્ટમાં HDL અને LDL કહીએ છીએ. જાણીતા ડૉક્ટરોનું કહેવું છે કે આપણને ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક આવતો હોય છે, પરંતુ આપણે કોલેસ્ટ્રોલને જ કારણ ગણાવીએ છીએ. હકીકતમાં ધમનીમાં સોજો આવી જતો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલનું કારણ હોય છે. તેના કારણે આપણેને હાર્ટ એટેક આવતો હોય છે. ધ્યાનથી નીચેની વાત વાંચો એટલે વિસ્તારથી આ કારણ સમજાઈ જશે.

અમેરિકાના જાણીતા ડૉક્ટર ડ્વાઇટ લુન્ડેલએ પણ રિસર્ચ કર્યું છે અને કહ્યું છે કે હૃદય રોગ શાના કારણે આવતો હોય છે. તો ચાલો જાણીએ હૃદય રોગ વિશેની કેટલીક માહિતી.

આપણને સામાન્ય છાતીમાં દુખાવો થાય છે ને તરત ડૉક્ટર પાસે પહોંચી જઈએ છીએ. ત્યારે ફેમિલી ડૉક્ટર આપણને કાર્ડિયોગ્રામ કરાવાની સલાહ આપતા હોય છે. અને કાર્ડિયોગ્રામમાં લાગે કે હૃદયમાં કંઈક પ્રોબ્લેમ છે તો બાયપાસ કરાવાનું કહેતા હોય છે. હૃદય રોગના નિષ્ણાતો આપણને એન્જિયોગ્રાફી કરાવતા હોય છે તેમાં ખ્યાલ આવતો હોય છે કે કેટલી નળી બ્લોકેડ છે. અને તરત સર્જરી કરી સ્ટેન્ડ મૂકાવતા હોય છે. ઘણા લોકોએ સાંભળ્યું પણ હશે કે બે સ્ટેન્ડ મૂક્યા, એક સ્ટેન્ડ મૂક્યું છે.

ડૉ. લુન્ડેલ વર્ષો સુધી એમ માનતા કે હૃદયરોગનું મુખ્ય કારણ બ્લડ કોલેસ્ટ્રોલમાં થયેલી વૃદ્ધિ હોય છે. જેના કારણે જ્યારે પણ આ પ્રોબ્લેમ થાય ત્યારે તેઓ કોલેસ્ટ્રોલ ઘટવાની દવાઓ દર્દીને આપતા હોય છે. અને કોલેસ્ટ્રોલ જે ખોરાકમાંથી વધારે શરીરમાં બનતું હોય તે ખોરાક ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ કોલેસ્ટ્રોલ શરીરમાં વધવાથી હૃદયરોગ આવતો નથી હોતો, ધમની પહોળી થવાથી અને તેમાં સોજો આવવાથી હૃદયરોગ થાય છે.

જો ક્યારેક પણ ધમનીઓમાં સોજો આવી જાય તો લોહીનું પરિભ્રમણ અટકી જાય છે અને હાર્ટ એટેક આવી શકે છે. માટે નિષ્ણાત ડૉક્ટરો પણ કહે છે કે હૃદયરોગનું મુખ્ય કારણ ધમનીમાં સોજો આવવાથી થાય છે. ઓછી ચરબી અને વધુ કોર્બોહાઇડ્રેટ્સ ધરાવઆહાર ધમનીમાં સોજાનું કારણ બની રહે છે. કોઈપણ વ્યક્તિને હૃદયરોગ થાય ત્યારે ડૉક્ટરો તેને ઘી-તેલ અને ચરબીયુક્ત પદાર્થો ખાવાની ના પાડે છે. તેને બદલે તેને ઓછું કોલેસ્ટ્રોલ અને ઓમેગા-6 ધરાવતાં સોયાબીન, મકાઈ, સૂર્યમૂખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ડૉ.લુન્ડેલ કહે છે કે આ પ્રકારનો ખોરાક ધમનીમાં સોજા માટે જવાબદાર હોય છે.

સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ધમનીમાં લોહીનું પરિભ્રમણ કેમ કરતા અટકી જાય છે. જેમ આપણે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘસીએ તો ચામડીમાંથી લોહી નીકળે છે અને ઘણી વખત ચાંદા પણ પડી જાય છે. તો પણ આપણે તે ક્રિયા ચાલુ રાખીએ તો વધારે પીડા અને સોજો આવી જતો હોય છે. એવી જ રીતે રૂક્ષ ખોરાક લેવામાં આવે તો ધમનીમાં ઇજા થાય છે. જેના લીધે ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે. હાર્ટ એટેક પણ તેના કારણે જ આવે છે.

હાર્ટ એટેકના ભયના કારણે જ અમેરિકાના લોકો ઓછી ચરબી અને વધુ શર્કરા ધરાવતો આહાર લેવા લાગ્યા છે. અને આ પ્રકારના ખોરાક લેવાથી શરીરમાં ચરબી વધે છે. અને ધમનીઓ પહોળી થઈ જાય છે. જેના લીધે હુમલો આવે છે.

આપણા વડિલો પહેલા એવો ખોરાક ખાતા હતા જેના કારણે હાર્ટ એટેક આવતા નહોતા. કારણ કે રસોઈમાં તલના તેલનો ઉપયોગ અને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ગાયના ઘીમાં કહેવાય છે કે ગુડ કોલેસ્ટ્રોલ રહેલું હોય છે. જે હૃદયરોગથી આપણને બચાવે છે.

આપણે જે તેલ ખાતા હોઈએ છીએ જેમ કે પામ ઓઇલ, સોયાબીનનું તેલ, સૂર્યમૂખીનું તેલ વગેરે સારું કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનો વધારો કરે છે. છેવટે આ પ્રકારના તેલ ખાવાના કારણે લોકો પરેશાન થતા હોય છે. માનીએ છીએ કે આપણા શરીરને ઓઇલની જરૂર હોય છે. માટે ગાયનું ઘી અને તલનું તેલ ખાવું જોઈએ. જે કિડની માટે પણ ફાયદાકારક માનવમાં આવે છે. આપણા હૃદયને જો સ્વસ્છ અને તંદુરસ્ત રાખવું હોય તો તલનું તેલ અને ગાયનું ઘી ખાવું જોઈએ. જેથી લાંબુ ચાલે અને અનેક બીમારીઓથી બચી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *