..

એક મકાનને રોડથી 500 ફુટ દુર ખસેડવાની કવાયત, દેશમાં પ્રથમ બનાવ

શેર કરો

રાજસ્થાનનાં માઉન્ટ આબુના શિવગંજમાં એક મકાનને 500 ફુટ દુર ખસેડવાની કવાયત ચાલી રહી છે.

સાંભળીને તમને નવાઇ લાગશે,પરંતુ આ સત્ય હકિકત છે. શિવગંજનાં કર્ણસિંહ રાવને આ મકાન વારસામાં મળ્યું છે.

અને કર્ણશસહ પોતાના પિતાની યાદોને તાજી રાખવા આ મકાનને તોડાવી પાડવા તૈયાર નથી.

એટલે જ તેમના મકાનને મુળ જગ્યાથી 500 દુર ખસેડવામાં આવશે. આ મકાનની મૂળકીમત 80 લાખ રૂપિયા છે.

અને આ મકાનને સિફ્ટીંગ ટેકનીકની મદદથી 500 ફુટ દુર ખસેડવા આશરે 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

સરકાર દ્વારા નેશનલ હાઇવે બનાવવા આ મકાન આડરૂપ બનતું હોવાથી તેને તોડી પાડવાની મંજુરી આપી હતી.

પરંતુ કર્ણશસહે પોતાના પિતાના વારસામાં મળેલ આ મકાનને તોડવા તૈયાર નથી.

કારણ કે તેઓ પોતાના પિતાની ઘણી યાદોને તાજી રાખવા આ મકાનને જૈસે થે સ્થિતિમાં રાખવા ઇચ્છે છે.

તેથી તેમને નાછુટકે મકાનને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવાનો નિર્ણય કર્યો છે.

સિફટીંગ ટેકનીકની મદદથી મકાનને એક જગ્યાથી 500 ફુટ દુર લઇ જવાશે અને તેમાં મકાનની સ્થિતિ જેમની તેમ જ રહેશે.

મકાનને તેના પાયા સમેત ઉપાડી 10 ક્રેનોની મદદથી ખસેડવામાં આવી રહ્યું છે. હાલ આ મકાન સિફ્ટીંગનું કામ હરિયાણાની MCMD એન્જીનીયરીંગ કંપની દ્વારા ઉપાડવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે મકાન ખસેડવાનો આ પ્રકારનો દેશમાં પ્રથમ બનાવ છે.

મકાન ખસેડવાની આ કામગીરીમાં થનાર ખર્ચ અને જમીન સંપાદન મામલે કર્ણશસહે સરકારને વળતર આપવા અનેક રજુઆતો કરી હતી.

પરંતુ સરકાર દ્વારા કર્ણશસહને માત્ર 9 હજાર જેટલું જ વળતર આપવામાં આવ્યું છે.

હાલ આ મકાનને ખસેડવાની કામગીરીમાં એક મહિનાનો સમય વિતી ગયો છે અને હજુ આ કામગીરી એક મહિનો ચાલે તેવી શ~યતા છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, 

તો આ લેખને વધુમાં વધુ શેર કરોબસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *