..

વાસ્તુ મુજબ ઘરમાં આ વસ્તુ મુકશો તો થશો કંગાલ

શેર કરો

શ્રીમંત બનવાની ઈચ્છા દરેકને હોય છે. દરેક વ્યક્તિ ધન કમાવવા માટે ખૂબ મહેનત કરે છે.

પણ છતા તેની પાસે પૈસો ટકતો નથી.

શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આટલો પૈસો કમાવવા છતા હાથમાં આવેલુ ધન ખર્ચ કેવી રીતે થઈ જાય છે.

તમારુ કમાવેલુ ધન પાણીની જેમ વહી જાય છે.

આ વાતની ફરિયાદ અનેક લોકોને રહે છે કે કેટલુ પણ ધન કમાવી લો પણ ક્યાક ને ક્યાક ફાલતુ ખર્ચ થઈ જાય છે.

શુ તમે જાણો છો કે તેની પાછળનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે.

ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો એ તમારા જીવનમાં ઊંડો પ્રભાવ નાખી શકે છે.

વાસ્તુદોષ વ્યક્તિના ભાગ્યને બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે.

વાસ્તુદોષથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે, તો આવો જાણીએ કેટલીક વાતો જેને કારણે વાસ્તુ દોષ થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

use of purse

ધન મુકવાનુ સ્થાન

મોટેભાગે લોકો ધન મુકવા માટે તિજોરીનો ઉપયોગ કરે છે.

વાસ્તુ મુજબ ધન મુકનારી તિજોરી કોઈપણ દિશામાં મુકી હોય તેનુ મોઢુ હંમેશા ઉત્તર દિશાની તરફ હોવુ જોઈએ જો તેનુ મોઢુ દક્ષિણ દિશાની તરફ થયુ તો વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

નળમાંથી પાણી ટપકવુ

વાસ્તુ મુજબ નળમાંથી પાણી ટપકવુ અશુભ માનવામાં આવે છે.

જો ઘરનો નળ ખરાબ થઈ ગયો છે તો તેને તરત જ ઠીક કરાવો, વાસ્તુ કહે છે કે સતત નળમાંથી પાણી ટપકતુ રહેવુ આર્થિક તંગીનો સંકેત હોય છે.

પાણીની નિકાસી –

વાસ્તુ મુજબ, જે રીતે ટપકતો નળ અશુભ હોય છે ઠીક એ જ રીતે ઘરની દક્ષિણ દિશામાં કરવામાં આવેલી પાણીની નિકાસી પરિવારના લોકોને કંગાલ બનાવી શકે છે.

તેથી પાણીની નિકાસી ઉત્તર દિશા કે પૂર્વ દિશામાં કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

બેડરૂમની દિવાલ –

વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમમાં ગેટ સામેની દિવાલ ખૂબ મહત્વપૂણ માનવામાં આવે છે.

તેથી, આ દિવાલમાં દરાર આવવાથી ભાગ્ય અને સંપત્તિ સાથે સંબંધિત સમસ્યા થઈ શકે છે.

ઘરમાં મુકેલો ફાલતુ સામાન

મોટે ભાગે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે લાંબા સમયથી ઉપયોગમાં નથી લેવાતી તો તે ખરાબ થઈ જાય છે કે તૂટી જાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ લાંબા સમયથી એક જ સ્થાન પર સ્ટોર કરવામાં આવેલી વસ્તુઓમાં નેગેટિવ એનર્જીનો વાસ હોય છે.

તેથી આ વસ્તુઓને ઠીક કરાવીને ઉપયોગ કરો કે પછી તેને બહાર ફેંકી દો.

પાણીની તસ્વીર –

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પાણીની તસ્વીર લગાવવી શુભ માનવામાં આવે છે,

તેથી વાસ્તુ મુજબ ઘરમાં શાંત તળાવ કે ઝીલની તસ્વીર લગાવવાને બદલે વહેતી નદી કે ઝરણાની તસ્વીર લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે.

તુલસીનો છોડ –

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ઘનની વૃદ્ધિ થાય છે.

ઘરમાં તુટેલો કાચ –

વાસ્તુ મુજબ ઘરમાં તૂટેલો કાચ મુકવો શુભ નથી મનાતો.

ઘરમાં તૂટેલો કાચ મુકવાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો વાસ થાય છે. તેનાથી આર્થિક તંગી સાથે અન્ય પરેશાનોનો પણ સામનો કરવો પડી શકે છે.

ફાટેલુ પર્સ –

વાસ્તુ મુજબ, ફાટેલુ પર્સ એટલે કે આર્થિક તંગીનો સંકેત, તેથી ક્યારેય પણ તમારી પાસે ફાટેલુ પર્સ ન મુકવુ જોઈએ.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,

અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે,

તો આ લેખને વધુમાં વધુ શેર કરોબસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *