..

શ્રાવણ મહિનામાં કેવી રીતે કરશો 16 સોમવારનું વ્રત , મહાદેવની કૃપાથી ધન – દોલતમા થશે વધારો……

શેર કરો

હિન્દુઓના શ્રાવણ મહીનો શરૂ થઈ ગયો છે પણ ગુજરાતીઓનો શ્રાવણ મહીનો 29 જુલાઈ એ શરૂ થવા જય રહ્યો છે .

આગામી પૂર્ણિમાના દિવસે એટલે કે 29મી જુલાઇથી ગુજરાતી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. પવિત્ર મહિનો શ્રાવણમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં પણ સોળ સોમવાર વ્રતનું વિધાન જણાવવામા આવ્યું છે. જેને સંકટ સોમવાર વ્રત પણ કહેવાય છે. આ વ્રત સતત 16 સોમવાર સુધી કરવામા આવે છે. આ વર્ષ શ્રાવણ શુક્લ પક્ષના પહેલા સોમવાર 1 ઓગસ્ટ એ આવી રહ્યો છે. આ દિવસથી 16 સોમવાર વ્રત પ્રારંભ કરી સતત 16 સોમવારનું વ્રત રાખી શિવજી- માતા પાર્વતીની પૂજા કરવામા આવે છે. શ્રાવણ ઉપરાંત 16 સોમવારનું વ્રત ચૈત્ર, વૈશાખ, કાર્તિક અને મહાના શુક્લ પક્ષના પહેલા સોમવારથી શરૂ કરી શકાય છે. શાસ્ત્રોનું કથન છે કે આ વ્રતને 16 સોમવાર સુધી શ્રદ્ધાપૂરવક કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે.

સોળ સોમવારનું વ્રત:

શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. તો આવો જાણીએ સોળ સોમવારની વ્રત વિધિ..

– સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું.

– ઘરના મંદિરમાં પૂજા-અર્ચના કરવી.

– શિવલિંગ પર દુધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું.

– શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો.

– આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા-અર્ચના કરવી.

– પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા.

– ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળીયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા.

– વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચુક વાંચવી.

– પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો.

– સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું.

સોળ સોમવારના વ્રતથી થતા ફાયદા :

– શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે. આથી, કોઇપણ ભક્ત સાચા મનથી અને આસ્થાપૂર્વક મહાદેવની પૂજા કરે અને ઉપવાસ કરે તો નિશ્ચિતરૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

– વિવાહિત મહિલાઓ તેના દાંપત્યજીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે પણ શિવજીનું વ્રત રાખે છે.

-જે લોકોને સંતાન ન થતા હોય દંપતી પણ જો આ વ્રત કરે તો તેમને જરૂર તેનુ ફળ મળે છે.

– સોળ સોમવારના વ્રત એટલે સોળ સોમવાર સુધી કરવા.. સોળ સોમવાર પછી આ વ્રત પુર્ણ થાય છે અને સોળ સોમવાર પછી જ તેની ઉજવણી પણ કરી શકાય છે.

– જો તમે વ્રત કોઈ વિશેષ ઈચ્છા ભોલેનાથ સામે દર્શાવી હોય તો જે સુધી તે ઈચ્છા પૂર્ણ ન થાય ત્યા સુધી તે કરતા રહો. જો તમારી ઈચ્છા એક જ વર્ષમાં પુર્ણ થઈ જાય તો તમે તે બીજા વર્ષે ન પણ કરો તો વાંધો નથી.આ તમારી ઈચ્છા અને શ્રદ્ધા પર છે.

16 સોમવારનું વ્રત કેમ કરાય છે :

16 સોમવારના વ્રતને સંકટ સોમવાર વ્રત પણ કહીએ છીએ. આ વ્રતને મુખ્યત્વ કોઇ મોટા સકટથી છૂટકારા માટે સંકલ્પ લઇ કરવામા આવે છે. જો તમે આર્થિક રૂપે ખરાબ રીતે સંકટમાં ફસાયા છો, ઘર પરિવારમાં કોઇ સતત ગંભીર રોગોથી પીડિત થઇ રહ્યું હોય, પરિવાર પર એક બાદ એક સતત સંકટ આવી રહ્યા હોય તો આ વ્રત જરૂર કરવું જોઇએ. આ ઉપરાંત જે યુવતિઓના વિવાહ નથી થઇ રહ્યા, કોઇને કોઇ કારણસર વિવાહ નક્કી નથી થઇ શક્તા તેમણે પણ 16 સોમવારનુ વ્રત કરવું જોઇએ.

સોળ સોમવાર વ્રત કથા :

એક સમયે મહાદેવજી પાર્વતી સાથે ભ્રમણ કરતા મૃત્યુલોકમાં અમરાવતી નગરીમાં આવ્યા. ત્યાંના રાજાએ અત્યંત ભવ્ય શિવ મંદિર બનાવ્યું હતું. ભ્રમણ કરતી વખતે શિવ- પાર્વતી પણ ત્યાં રોકાયા. પાર્વતીજીએ કહ્યું- હે નાથ! ચાલો આજે અહીં જ ચૌસર પાંસા (એક પ્રકારની રમત) રમીએ. ખેલ પ્રારંભ તયો. શિવજીએ પાર્વતીને કહ્યું- હું જીતીશ, આ પ્રકારે અંદરોઅંદર વાર્તાલાપ થવા લાગ્યો. એ સમયે પુજારીજી પૂજા કરવા આવ્યા.

પાર્વતીજીએ પૂછયુ જીત કોની થશે પુજારીજી :

પુજારીજી બોલ્યા- આ ખેલમા મહાદેવજી સામે બીજું કોઇ પારંગત ના થઇ શકે માટે મહાદેવજી જ આ બાજી જીતશે. પરંતુ થયું ઉલ્ટું, પાર્વતીજી જીતી ગયાં, જેથી પાર્વતીજીએ પુજારીને કોઢી થવાનો શ્રાપ આપી દીધો. જે બાદ શિવ-પાર્વતી ત્યાંથી ચાલ્યા ગયા. થોડા સમય બાદ મંદિરમાં અપ્સરાઓ પૂજા કરવા આવી. અપ્સરાઓએ પુજારીને કોઢી થવાનું કારણ પૂછ્યું. પુારીએ બધી વાત જણાવી દીધી. અપ્સરાઓએ પુજારીને 16 સોમવારનું વ્રત કરવાની વાત કહી અને પુજારીને વ્રતની વિધિ જણાવી. પુજારીએ વિધિ પૂર્વક શ્રદ્ધાભાવથી વ્રત પ્રારંભ કર્યો. વ્રતના પ્રભાવથી પુજારીજી રોગમુક્ત થઇ ગયા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *