..

સવારે ઉઠતા જ બોલો આ ચમત્કારિક મંત્ર, ગણપતિબાપાની કૃપાથી સાંજ સુધીમાં મળશે સારા સમાચાર, બનશો કરોડપતિ …

શેર કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર ભગવાન ગણેશનો દિવસ છે. આ દિવસે લોકો ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરે છે. તેનાથી વ્યક્તિના જીવન પર શિવની કૃપા બની રહે છે અને વ્યક્તિને સમૃદ્ધિ મળે છે.

પટનાના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશ તમામ દેવતાઓમાં સૌથી મોટા છે. તેમની કૃપાથી જગત ચાલે છે. તેની પૂજા કરવાથી વ્યક્તિના રોજિંદા જીવનમાં ખુશીઓ આવે છે અને વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

આ સમયે કરો ભગવાન ગણેશની પૂજા  : 

સવારે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યાની વચ્ચે ભગવાન ગણેશની પૂજા કરવી સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે.

આ મંત્રનો જાપ મંદિરમાં કે ઘરમાં સ્વચ્છ, શાંત અને એકાંત જગ્યાએ બેસીને કરવો જોઈએ.

ગણેશ મંત્ર :

ॐ गंगणपतये नमो नम: श्री सिध्धीविनायक नमो नम: अष्टविनायक नमो नम: गणपती बाप्पा मोरया
આ મંત્ર ગણપતિ ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. નવા વર્ષે પ્રવાસ, સ્કૂલ, કૉલેજ, નવી કારકિર્દી, નોકરી, બિઝનેસ, ફેક્ટરી કે કોન્ટ્રેક્ટ શરૂ કરતા પહેલા આ મંત્રનો જાપ કરશો તો તમારા કોઈ કામમાં વિઘ્ન નહિ આવે.

जाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् । उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्
આ મંત્રનો અર્થ થાય છે- હાથીનું મુખ ધરાવતા, ભૂત-ગણો દ્વારા સેવિત, કૈથ તથા જાંબુનું ભક્ષણ કરનારા, શોક દૂર કરનારા, ઉમા-પુત્રને હું નમન કરું છું, વિઘ્નહર્તા ગણેશજીને મારા પ્રણામ. રોજ સવારે ગણેશજી સામે આ વંદના કરવાથી તમારા જીવનમાંથી દરેક દુઃખ અને બાધા દૂર થઈ જશે. તમારું જીવન સુખ-સમૃદ્ધિ અને ખુશીઓથી સભર બનશે.

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
વળાંકવાળી સૂંઢ ધરાવતા, વિશાળ શરીર ધરાવતા, કરોડ સૂર્ય સમાન મહાન પ્રતિભાશાળી. મારા પ્રભુ, હંમેશા મારી સાથે રહો, વિઘ્ન વિના કામ પૂરા કરવાની કૃપા કરો. શુભ કાર્ય પહેલા ગણેશજીના આ મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ થાય છે અને કામમાં સફળતા મળે છે.

ॐ गम गणपतये नमः
આ ગણેશ બીજ મંત્ર છે અને તે ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. આ મંત્ર વારંવાર રીપીટ કરવા માટે અને યોગ-સાધના માટે છે. ગણેશજીના આ મંત્રના જાપથી બુદ્ધિ વિકસિત થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે મનને શાંત કરે છે અને ફોકસ સુધારે છે.

ॐ श्रीं गं सौभाग्य गणपतये वर्वर्द सर्वजन्म में वषमान्य नमः॥
આ વિશિષ્ટ મંત્રનો અર્થ થાય છે કે હે વિનાયક શ્રી ગણેશ, તમારી કૃપા દૃષ્ટિ અને આશીર્વાદ મને દરેક જન્મમાં મળતા રહે અને તમારા આશીર્વાદથી હું એક સુખી અને સ્વાસ્થ્ય વર્ધક જીવન જીવી શકું. મને એવું સૌભાગ્ય પ્રદાન કરો જેનાથી મારા જીવનની બધી બાધાઓ દૂર થાય.

ॐ एकदंताय नम:
આ મંત્ર ભગવાન ગણેશના હાથીના આકારમાં બનેલા ચહેરાને દર્શાવે છે અને સાથે એ પણ દર્શાવે છે કે આપણે મગજમાંથી દ્વંદ્વ હટાવીને યોગ્ય રસ્તે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. આ મંત્ર કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. આ મંત્ર એક દાંતવાળા હાથીને દર્શાવે છે. તે દ્વૈત ભાવ ખતમ કરવા માટે અને અદ્વૈત તરફ લઈ જવા માટે છે. તમારુ ફોકસ પોઈન્ટ કરવા માટે છે. તમને ઈશ્વર સાથે એકાકારની લાગણી થાય તે માટે આ મંત્ર છે.

ॐ लम्बोदराय नमः
ગણપતિ દાદા પ્રેમથી ભોજન કરવા માટે જાણીતા છે. તેમનું એક મોટું, ગોળ પેટ છે. આ કારણે તેમને લંબોદર નામથી સંબોધન કરવામાં આવે છે. તેનો અર્થ થાય છે જેનું મોટું પેટ છે એ. આ મંત્રનો જાપ કરતા વ્યક્તિ ગણપતિજીની જેમ આખા બ્રહ્માંડને પ્રેમ કરવાની અને એક થવાની અનુમતિ આપે છે.

ॐ विघ्ननाशाय नमः
તેનો અર્થ થાય છે બાધાઓનો નાશ કરનાર. જો તમારે સામાજિક જીવન, કામ કે પારસ્પરિક સંબંધોમાં કોઈ સમસ્યા આવતી હોય તો તેનો જાપ કરીને તેને આસાન બનાવી શકો છો.

ॐ गणाध्यक्षाय नमः
ગણનો અર્થ થાય છે એક સમૂહ. અધ્યક્ષ એટલે સમૂહનો નેતા. તમે તમારી આવડતમાં સુધારો કરવા માંગતા હોવ તો આ મંત્ર ઘણો ઉપયોગી છે.

ॐ गजकर्णकाय नमः
ગજ એટલે હાથી અને કર્ણકાય એટલે કાન. હાથીના મસ્તક સાથે હાથીના કાન. ગણેશ બધા સ્રોતથી બધું જ સાંભળવામાં સમર્થ છે. આ મંત્ર આપણને તેમના જેવા થવાની પ્રેરણા આપે છે. જે સારુ છે તે સાંભળી સ્વીકારવાનું શીખવે છે. આ મંત્ર બહારની નકારાત્મકતાથી દૂર રાખે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે.અમદાવાદઃ લાલદરવાજા સ્થિત ગણેશ મંદિરની આરતીના કરો દર્શન

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *