..

ફોટાને ક્લિક કરીને મેળવી લ્યો આશીર્વાદ ,સારંગપુર વાળા દાદા કરશે મનોકામના પૂર્ણ …

શેર કરો

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા. 

તેઓ સોનાના સિંહાસન પર બેસીને પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે. કહેવાય છે કે બજરંગબલી હનુમાનજીના આ મંદિરમાં આવીને ભક્તોના દરેક દુઃખો, કષ્ટોનું નિવારણ થઇ જાય છે. ભલે એ કોઈની ખરાબ નજર હોય કે પછી શનિનો પ્રકોપ હોય, અહીંથી કોઈ ભક્ત ખાલી હાથે નથી જતું. આખા ગુજરાતમાં નહી પણ આખા ભારતભરમાં જેની ખ્યાતી ખૂણે ખૂણે સુધી પહોંચી છે. જેના ચમત્કારો આજે પણ લોકો જોવે છે. તો ચાલો આજે ગુજરાતનાં ખોબા જેવડા ગામમાં આવેલ સારંગપુર ધામની વાત કરીએ. સારંગપુર ગામમાં હનુમાનજીનું ભવ્યને ચમત્કારિક મંદિર આવેલું છે. એ મંદિરના જેટલા ચમત્કારોનું વર્ણન કરીએ એટલું ઓછું પડે.

ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી. આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.

સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ગોપાલનંદ સ્વામી દ્વારા આ ગામના લોકોના કષ્ટ દૂર કરવા માટે જ કરી હતી. એક સમય એવો હતો કે આ ગામમાં કોઈ વ્યક્તિ કે સાધુ સંતો આવવા માટે રાજી પણ ન હતા. એવા સમયમાં વાધા ખાચરની વાત સાંભળીને ગામજનોના કલ્યાણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

આજે આ ગામમાં રોજ પાંચ હજારથી પણ વધારે લોકો માત્ર દર્શન કરવા માટે આવે છે. જ્યારે શનીવાર કે મંગળવાર હોય ત્યારે અહી આવનાર ભક્તોની સંખ્યા ત્રણ ગણી વધી જાય છે. સાળંગપુર ગામમાં આ હનુમાન મંદિરના પરિસરમાં વિશાળ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. એ ઉપરાંત આ મંદિર દર્શન કરવા આવતા લોકોનું મુખ્ય આકર્ષણ નારાયણ કુંડ રહે છે ને સારંગપુર ગામથી થોડે દૂર કુંડળ સ્વામિનારાયણ ધામ આવેલું છે. જે પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાય છે. તો તમે એક દિવસનું આયોજન બનાવી સારંગપુર અને કુંડલધામનો પ્રવાસ ગોઠવી શકો છો.

આ મંદિરમાં તમે જયારે દાદાની મૂર્તિના દર્શન  એમના પગમાં એક સ્ત્રીને દબોચી રાખી હોવાનું દેખાશે, ત્યારે દનુમાન દાદાની આ મૂર્તિ પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે. એવું માનવામાં આવે છે કે એક સમયે હનુમાનજી અને શનિદેવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. હનુમાનજીથી બચવા માટે શનિદેવે છેવટે સ્ત્રી રૂપ ધારણ કર્યું, તે છતાં પણ તેઓ હનુમાનજીથી બચી શક્યા નહોતા અને હનુમાન દાદાએ પોતાના પગ નીચે દબોચી લીધા હતા જેની સાક્ષી રૂપે જ આ મૂર્તિ બિરાજમાન છે

આ મંદિરમાં દર્શનની સાથે સાથે તેની ભવ્યતા અને કોતરણી પણ ધ્યાન ખેંચે તેવી છે. ખુબ જ ઝીણવટથી કરેલું નકશી કામ મન મોહી લે છે. બે ઘડી મંદિરમાં ઉભા રહીને જ જાને મંદિરને સતત જોયા કરવાનું જ મન થાય એવું અદભુત કામ આ મંદિરમાં કરવામાં આવેલું છે.

જો તમે પણ સારંગપુર દર્શન કરવા માટે જવાની ઈચ્છા રાખતા હોય તો આ મંદિરની કેટલીક સુંદર સુવિધાઓ વિશે પણ તમને જણાવી દઈએ. આ મંદિરની અંદર આવનાર તમામ ભાવિક ભક્તો તેમજ  સાધુ-સંતો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ છે સાથે સાથે સવારે ચા-નાસ્તાની ઓણ સેવા આપવામાં આવે છે.

આ મંદિરની અંદર જ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ આવેલું છે. જે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં રાત્રી રોકાણ કરવા માંગતા હોય તેમના માટે પણ વિશાળ ધર્મશાળાની સુવિધા પણ કરવામાં આવી છે. મંદિરની ધર્મશાળામાં 180 જેટલી એ.સી અને 350 જેટલી નોન એ.સી. રૂમ ઉપલબ્ધ છે જેનું ભાડું 200 થી લઈને 1200 રૂપિયા સુધીનું છે.

ધર્મશાળાની અંદર આગાઉથી બુકીંગ કરીને જવાની કોઈ વ્યવસ્થા નથી. પરંતુ એટલી મોટી ધર્મશાળા છે કે ત્યાં તમને રૂમ મળી જ રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *