..

મહાદેવને માનતા હોવ તો અચૂક વાંચજો આ 1 લેખ, જીવનમાં ક્યારેય નહિ રહો ગરીબ અને દુઃખી…

શેર કરો

શા સ્ત્રોમાં તેત્રીસ કરોડ દેવતાઓના સ્વીકારમાં શિવજીને દેવ નહિ પણ મહાદેવ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. મહાદેવ એ દેવોના દેવ, હેડ, બોસ કે પ્રિન્સિપાલનું સ્થાન ધરાવે છે. આ માટેના કેટલાક કારણો સમાજ અને શાસ્ત્રોએ સ્વીકારેલા છે જેવા કે-

૧) પ્રત્યેક મનુષ્યનાં મૃત્યુબાદ, મૃત્યુના દેવના મંદિરે જ દિવો મૂકવાનો નિયમ પરંપરા બની ગયેલો છે. એ મંદિર શિવાલય.

૨) સમુદ્રમંથન વખતે નીકળેલું હળાહળ તાલપૂટ ઝેર (વિષ) જગતના કલ્યાણ અર્થે સર્વ દેવોમાં માત્ર શિવજીએ જ ધારણ કરેલું પરિણામે મહાદેવ નિલકંઠ ગણાયા.

૩) શિવજી સમગ્ર જ્ઞાાનના આચાર્ય છે, ગુરુ છે કારણકે તેના ડમરૃમાથી પ્રથમ પ્રગટેલો ઁ એ સમગ્ર જ્ઞાાનનો જન્મદાતા છે. સમગ્ર જ્ઞાાન ઁ માંથી પ્રગટ થયેલું છે.

૪) પાંડવોના વંશને ખતમ કરવા ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત ને મારી નાખવા અશ્વત્થામાએ જયારે બ્રહ્માસ્ત્ર છોડેલું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેનું સંરક્ષણ કરેલું. પરંતુ એ જ પરીક્ષિતને યુવાવસ્થામાં સાતદિવસ બાદ મૃત્યુનો શાપ( તક્ષક નામના નાગના દંશથી) મળ્યો ત્યારે તેનું અપમૃત્યુ ટાળવા શિવજી શુકદેવ તરીકે પધારી સાત દિવસ શ્રીમદ્ ભાગવતનું જ્ઞાાન આપેલું.

૫) દેવી-દેવતાની કોઈપણ મૂર્તિના માત્ર સામેથી એક જ દિશામાંથી દર્શન થઈ શકે છે. જયારે શિવજીના દર્શન ગમે તે દિશાએથી થઈ શકે માટે તે લીંગસ્વરૃપે વિદ્યમાન છે અને એટલે જ જેને દરવાજા નથી હોતા એવા સ્મશાનમાં એનો વાસ છે.

૬) બધા દેવો માટે વરસમા એક અક દિવસનું મહત્વ સ્વીકારાયું જેમકે શ્રીકૃષ્ણ માટે જન્માષ્ટમી, શ્રી રામ માટે રામનવમી એજ રીતે શિવજી માટે માત્ર શિવરાત્રી જ નહિ પણ એક આખો માસ શ્રાવણ માસ- વધારાનો સ્વીકાર્ય બન્યો છે.

૭) સંસારના પ્રત્યેક જીવાત્માને (સંત, શહિદને અપવાદ ગણતા) એક માત્ર મોટામા મોટો મૃત્યુનો ભય સતાવે છે. મૃત્યુના દેવ શિવજીની સાધનાથી જીવ નિર્ભય બની શકે છે. શિવજી કાળના પણ કાળ કાલાતીત મહાકાળ છે. કાળનો જન્મ કે મૃત્યુ નથી એ સનાતન શાશ્વત સત્ય છે તેથી શિવ પણ અજન્મા અને અમર છે. આથી તો તે મૃત્યુના કાળના પ્રતીક સર્પને પોતાના ગળામાં ધારણ કરી મૃત્યુને મુઠ્ઠીમાં રાખે છે.

૮) બધા દેવોનો આખો પરિવાર પૂજાતો નથી. માત્ર શિવજી એવા દેવ છે. જેનો સમગ્ર પરિવાર પૂજાય છે. ગણપતિ, કાર્તિકેય, દેવપાર્વતી- ઉમા એટલું જ નહિ તેની સાથે તેના વાહન જેવા કે બળદ (નંદી) કાચબો, સર્પ, ઉંદર, મોરની પણ પૂજા થાય છે.

૯) શિવજી એક એવા દેવ છે જેને પ્રસન્ન કરવા વસ્ત્ર આભૂષણો, છપ્પન ભોગને બદલે એક લોટો જળ અને હૃદયના નિર્ભેળ પ્રેમની જરૃર હોય છે.

૧૦) એક સમયે સહસ્ત્ર કમળના પુષ્પોથી વિષ્ણુ પુજા કરતા હતા તે વખતે શિવજીએ પરીક્ષા કરવા એ કમળ અદૃશ્ય કરી દીધુ હતું ત્યારે ખૂટતા કમળની જગ્યાએ વિષ્ણુ પોતાની આંખ (કમળ નયન) ચડાવવા તૈયાર થયા. આ સમયે પ્રસન્ન થયેલા મહાદેવે વિષ્ણુને ચક્ર આપ્યું હતું જે ચક્રથી વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણે ધરતી પરથી અધર્મીઓનો નાશ કરી ધર્મની રક્ષા કરી હતી.

૧૧) આ જગત અને માનવ જીવન ત્રણ તત્વ- સત્વ, રજસ, તમના સહારે ચાલે છે. ત્રિશુલના પ્રતીક તરીકે આ ત્રણે તત્વોને મૂઠ્ઠીમાં ધારણ કરી તત્વથી પર મહાદેવ બની રહે છે.

૧૨) દરેક દેવો નારીશક્તિથી પૂજાયા છે જેથી દેવીનું સ્થાન પ્રથમ અપાયું છે જેમકે રાધેકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, સીતારામ, ઉમામહેશ તરીકે તો ઓળખાય છે પરંતુ શંકર-પાર્વતી તરીકે પણ પોતાનું અસ્તિત્વ મહાદેવ તરીકે પ્રસ્થાપિત કરે છે.

૧૩) ઉપમન્યુએ પોતાના’ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર’માં મહાદેવજીનો મહિમા પ્રગટ કરતા પ્રાર્થના કરી છે કે-

અસિતગિરિસમં સ્યાત્કજજલં સિંધુપાત્રે ।
સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં ।
તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ ।। અર્થાત્

સાતેય સમુદ્રોની શાહી બનાવી, આ પૃથ્વીના પટ જેટલો કાગળ લઈ, કલ્પવૃક્ષની કલમ બનાવી મા શારદા (સરસ્વતી) સર્વકાળ શિવજીના ગુણ લખતી રહે તો પણ શિવજીના મહિમાને  પામી શકે નહિ.
આવો મહાદેવનો મહિમા છે..

શ્રાવણના પવિત્ર માસમાં શિવજીનો પંચાક્ષરી ઁ નમ: શિવાય મંત્રનો જપ કરી પૂણ્યની પ્રાપ્તિ દ્વારા મૃત્યુ અને હવે પછીના જન્મને સુધારી લેવાનો પુરુષાર્થ આરંભીએ.કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *