..

જ્યોતિષ શાસ્ત્ર : પોતાની રાશિ મુજબ જાણો તમારો સાચો મિત્ર કોણ હોઈ શકે છે.

શેર કરો

મેષ : જો તમારી રાશિ મેષ છે તો તમારા માટે સૌથી ઉત્તમ સાથી તુલા રાશિ વાળા વ્યક્તિ હશે. તે ઉપરાંત સિંહ, ધનુ રાશિ વાળા પણ હોઈ શકે છે. મેષ રાશિ વાળા માટે સિંહ અને ધનું રાશિ ત્રિકોણ ગૃહ હોય છે, તે શુભ ગૃહ હોય છે અને તેના સ્વામી સૂર્ય અને બૃહસ્પતિ છે.

વૃષભ : જો તમારી રાશિ વૃષભ છે તો તમારા માટે સાચા સાથી વૃશ્ચિક રાશિ વાળા હોઈ શકે છે. તેમાં એક વાત બીજી ધ્યાનમાં રાખવી જોઈએ કે, વૃશ્ચિક રાશિ વાળા થોડા તેજ અને ડોમિનેટીંગ નેચરના હોય છે. વૃષભ અને વૃશ્ચિક રાશિ વાળા મિત્રો વચ્ચે અહમ જરાપણ ન હોવો જોઈએ. બંને એકબીજા સાથે વધુ ખુલ્લા હોવા જોઈએ. જીવનસાથી કન્યા, મકર રાશિના હોય તો સારો તાલમેલ રહે છે. બુધ પંચમ અને શની તમારા ભાગ્યના સ્વામી હોવાથી મિત્ર અને સાથીના ભાગ્યોદયમાં સહાયક રહે છે.

મિથુન : તમારી રાશિ મિથુન છે તો બુધ તમારી રાશિના સ્વામી છે. ધનુ રાશિ વાળા વ્યક્તિ તમારા માટે બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. ધનુ રાશિ વાળા મિત્ર મિથુન વાળા માટે સારા પ્લાનર સાબિત થઇ શકે છે. તે ઉપરાંત તુલા, કુંભ અને સિંહ રાશિ વાળા પણ સારા મિત્ર બની શકે છે. તુલા રાશિ વાળા તમારી સાથે મધુરતાથી બોલશે, કુંભ વાળા આર્થીક સહાયતા કરી શકે છે.

કર્ક : તમારી રાશિ કર્ક છે તો આ રાશિ પ્રમાણે તમે ચંદ્રના આધિપત્યમાં આવો છો. કર્ક રાશિ હોવાને કારણે જ મેનેજમેન્ટ સ્કીલ ઘણી સારી હોય છે. મકર રાશિ વાળા સાથે મિત્રતા ગાઢ હોઈ શકે છે. આ બંનેની મિત્રતામાં કર્ક વાળા તમારા મિત્રની સંખ્યા વધુ હોય છે. કર્ક રાશિ, વૃશ્ચિક અને મીન રાશિ વાળા મિત્ર પણ હોય છે.

સિંહ : સિંહ તમારી રાશિ છે તો તમે સ્વભાવથી રચનાત્મક અને તીવ્ર કાર્ય કરવા વાળા છે. અંદરથી શાસન કરવાની ઈચ્છા ઘણી વધુ હોય છે. આમ તો જોવામાં આવે છે કે, સિંહ રાશિથી સપ્તમ રાશિ કુંભ રાશિ વાળા સાથે તેમનું વધુ બનતું નથી. સિંહ રાશિ વાળાના મેષ, ધનુ વાળા સાથે વધુ સંબધ ગાઢ હોય છે. તે ઉપરાંત તુલા, મિથુન સાથે સંબંધ મધુર રહે છે. મેષ રાશિ વાળા મુશ્કેલી માંથી બહાર આવવામાં મદદરૂપ બને છે.

કન્યા : કન્યા રાશિ તમારી છે તો તમારામાં ભૌતિક સુખ ભોગવવાની કામના હોય છે અને તમે બીજા પ્રત્યે પણ લાગણીશીલ રહો છો. બુધના સર્વોત્તમ ગુણ આ રાશિ વાળા પાસે હોય છે. મીન રાશિ વાળા સાથે સારો તાલમેલ રહે છે. તે ઉપરાંત કન્યા, મકર, કર્ક, વૃશ્ચિક સાથે પણ મિત્રતા સારી રહે છે.

તુલા : તુલા રાશિ વાળા ઘણા સંતુલિત રહે છે. તેમની સૌથી સારી મિત્રતા મેષ રાશિ વાળા સાથે હોય છે. તે ઉપરાંત વૃષભ રાશિ વાળા સાથે પણ ઘણું બને છે કેમ કે તુલા અને વૃષભના સ્વામી (શુક્ર) એક જ હોય છે. બીજી રાશિઓ માંથી તમે મિથુન, કુંભ, સિંહ, ધનુ કે મેષના સાથી પસંદ કરી શકો છો.

વૃશ્ચિક : અંતરંગ મિત્ર, પોતાની જ રાશિ વૃશ્ચિક, મીન, કર્ક અને મકર રાશિ વાળા હોઈ શકે છે. સૌથી સારું ટ્યુનીંગ વૃષભ રાશિ વાળા સાથે હોઈ શકે છે. તે ઉપરાંત સિંહ, તુલા, કુંભ મિત્ર હોઈ શકે છે.

ધનુ : તમારી રાશિ ધનુ છે તમારા માટે સૌથી ઉપર્યુક્ત તાલમેલ મિથુન રાશિ વાળા સાથે હશે. તે ઉપરાંત સિંહ, મેષ રાશિ વાળા પણ હોઈ શકે છે. ધનુ રાશિ વાળા માટે ત્રિકોણ ગૃહના સ્વામી સિંહ અને મેષ રાશિ રહેશે, તે ધન માટે શુભ ગૃહ હોય છે.

મકર : આ રાશિ વાળા માટે કર્ક રાશિ વાળા નૈસર્ગિક મિત્ર હોઈ શકે છે. મકર વાળાએ કર્ક રાશિ વાળા મિત્રની વાતોને શાંતિથી સાંભળવી જોઈએ, નહિ તો કર્ક વાળા જલ્દી નારાજ થઇ જાય છે. વૃશ્ચિક અને મીન રાશિ વાળા પણ મિત્રતા નિભાવે છે.

કુંભ : કુંભ રાશિ વાળા સ્વતંત્ર વિચારો વાળા હોય છે. તેમના મિત્ર તટસ્થ અને તુલનાત્મક દ્રષ્ટિકોણ વાળા હોવા જોઈએ. એટલા માટે તમારા નજીકના સંબંધો માટે મિથુન કે તુલા રાશિ વાળા વધુ સારા મિત્ર હોઈ શકે છે.

મીન : આ રાશિ વાળાને એવા મિત્ર જોઈએ જે જરૂર વખતે સાથે ઉભા રહી શકે. તે કાર્ય તમારા માટે ચંદ્ર અને બુધ રાશિ વાળા વધુ કરી શકે છે. મીન રાશિ વાળા માટે કન્યા રાશિના લોકો સાથે મિત્રતા કરવું વધુ ફાયદાકારક હોય છે. તે ઉપરાંત કર્ક વાળા સાથે પણ સારું બને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *