..

જાણો લગ્ન પહેલા જનમ કુંડળી કેમ જોવામાં આવે છે…

શેર કરો

હિન્દુ ધર્મમાં કુંડળીનુ ખૂબ મહત્વ હોય છે. લગ્ન થતા પહેલા લોકો મોટાભાગે કુંડળીનુ મિલાન કરે છે .

જેનાથી તેઓ વર અને વધુનાગ્રહનક્ષત્રોનો મેળ કરે છે અને જાણે કે એ બંન્નેનુ વૈવાહિક જીવન કેવુ હશે. જો કે અનેક ધર્મ અને જાતિયોમાં કુંડળીનું મિલાન કરવામાં આવતુ નથી અને લોકો પરસ્પર પસંદથી જ લગ્ન કરી લે છે.

અનેકવાર મનમાં સવાલ આવે છે કે કેમ કુંડળીનુ મિલાન કરવામાં આવે છે ? શુ તેના મિલાન કરવાથી ખરેખર ફરક પડે છે ?

લગ્ન કરવા માટે કુંડળી મેળાપ કરવાના ચાર કારણ નિમ્ન પ્રકાર છે.

kundli milan

1. લગ્ન કેટલુ ચાલશે –

કુંડળીને હિન્દુ ધર્મમાં લગ્નનુ સૌથી પ્રથમ ચરણ માનવામાં આવે છે. જેમા ભાવી વર અને વધુની જન્મકુંડળીને બનાવીને તેને પરસ્પર મિલાવવામાં આવે છે કે તેમના કેટલા ગુણ રહ્યા છે. તેનાથી તેમના વૈવાહિક જીવનનો અંદાજ લગાવી શકાય છે. શાસ્ત્રો મુજબ પુરૂષ અને મહિલાની પ્રકૃતિ લગ્ન પછી પરિવર્તિત થઈ જાય છે.

જે પરસ્પર એકબીજાના વ્યવ્હારથી વધુ પ્રભાવિત થાય છે.

આ જ કારણ છે કે કુંડળીનું મિલાન જાણી લેવામાં આવે છે કે આ બંનેનુ એકબીજા સાથે કેટલુ બનશે.

2. સંબંધોનુ ચાલવુ –

કુંડળીમાં ગુણ અને દોષ હોય છે જેને લગ્ન પહેલા મિલાવવામાં આવે છે. જેથી જો કોઈ ગંભીર દોષ જેવા મંગલી હોવુ વગેરે નીકળે તો સંબંધોને આગળ ન વધારવામાં આવે. નહી તો બંનેને સમસ્યા થઈ શકે છે. કુંડળીમાં કુલ 36 ગુણ હોય છે જેમાથી ઓછામાં ઓછા 18 ગુણ મળતા જ લગ્ન કરવામાં આવે છે. આનાથી ઓછા ગુણ મળવા પર પંડિત લગ્ન કરવાની ના પાડી દે છે.

3. માનસિક અને શારીરિક ક્ષમતા –

ભાવિ વર અને વધુનો વ્યવ્હાર, પ્રકૃતિ, રૂચિ અને ક્ષમતાના સ્તરને જાણીને પરસ્પરમાં કુંડળીના માધ્યમથી મેળવવામાં આવે છે. જો બંનેના આ ગુણોમાં દોષ જોવા મળે છે તો લગ્ન નથી કરવામાં આવતુ. એવુ કહેવાય છે કે બળજબરીથી લગ્ન કરી દેવાથી બંને વધુ સમય સુધી સાથે નથી રહી શકતા.

તમે આ લેખ બોલશે ગુજરાત ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *