..

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને અર્પણ કરો આ 1 વસ્તુ , તેમની કૃપાથી રાતોરાત બનશો કરોડપતિ….

શેર કરો

ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા તેમને અર્પણ કરો આ વસ્તુ.

જન્માષ્ટમીના તહેવારની ઉજવણી માટે કૃષ્ણ ભક્તોમાં ભારે થનગનાટ દેખાઈ રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારને હવે બે ત્રણ દિવસ બાકી ત્યારે શહેરમાં કાન્હાને પારણે ઝુલાવવા ભક્તો તેમના વાઘાથી લઈને હીંચકાની ખરીદી કરી રહ્યા છે. બજારમાં કાન્હાના વાઘાની અલગ અલગ વેરાઈટીઝ સાથે તેમના માટે વિવિધ પ્રકારના હીંચકાઓ પણ જોવા મળ્યા હતા.

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ આ દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનો ઉત્સાહ જોવા જેવો હોય છે. આ દિવસે ભજન અને કીર્તન કરવામાં આવે છે. રાત્રે જાગરણ કરવામાં આવે છે.

આ દિવસે, શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે તેમની પ્રિય વસ્તુઓ તેમને અર્પણ કરવામાં આવે છે. જો તમે પણ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માંગતા હોવ અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ નાનો ઉપાય કરી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. વાસ્તુ અનુસાર ઘરમાં વાંસળી રાખવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં લાકડા, વાંસ, ચંદન, પિત્તળ અથવા સોના-ચાંદીની વાંસળી રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણને ચાંદીની વાંસળી અર્પણ કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. વ્યક્તિ ધંધામાં બમણી પ્રગતિ કરે છે.

ચાંદીની વાંસળી અર્પણ કરો : શાસ્ત્રો અનુસાર શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે, તેથી તેમને બંસીધર, મુરલીધર જેવા નામોથી બોલાવવામાં આવે છે. એટલું જ નહીં વાંસળીને શુભ ચિન્હમાં સામેલ કરવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના ખાસ અવસર પર કાન્હાને ચાંદીની વાંસળી અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે.

તેને ઘરમાં રાખવાથી પ્રગતિ થાય છે : જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં વાંસળી રાખવામાં આવે તો વ્યક્તિને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. સાથે જ પૂજા કરેલી વાંસળીને ઘરમાં રાખવાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત નાની ચાંદીની વાંસળી પણ શ્રીકૃષ્ણને અર્પણ કરી પર્સમાં રાખી શકાય છે.

જન્માષ્ટમીના દિવસે હિંડોળો શણગારવાની પરંપરા છે. હકીકતમાં આ શ્રી કૃષ્ણના જીવનની ઘટનાઓને યાદ કરવાનો દિવસ છે. આસુરી વૃત્તિઓનો અંત કરનાર દિવ્ય શક્તિના જન્મનો દિવસ છે. એટલે કે, નકારાત્મકને દૂર કરવા માટે હકારાત્મકનું આગમન. બાળકો અને વડીલો ખૂબ જ ઉત્સાહથી હિંડોળો શણગારે છે, તો ચાલો જાણીએ કે તેને સજાવતી વખતે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

જો તમે હિંડોળો શણગારવાના છો, તો આખો દિવસ ઉપવાસ રાખો :

જેઓ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર હિંડોળો શણગારે છે તેઓએ આખો દિવસ ઉપવાસ રાખીને તહેવારની તૈયારી કરવી જોઈએ. આ દિવસે ઘરના દરવાજાને કેળાના ઝાડના પાન, આંબાના પાન અથવા આસોપાલવના પાન વગેરેથી શણગારવા જોઈએ અને દરવાજા પર મંગળ કલશ સ્થાપિત કરવું જોઈએ.

કાંટાવાળા ઝાડના પાંદડા ભૂલથી પણ લગાવવા નહીં : હિંડોળોમાં કાંટાવાળા ઝાડના પાનનો ઉપયોગ ન કરવો જોઈએ. કેક્ટસ વગેરેનો ઉપયોગ પણ બિલકુલ ન કરવો જોઈએ. આંબા અને આસોપાલવની ડાળીઓ અને પાંદડાઓનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

દૂધ વાળા ઝાડના પાંદડા પણ પ્રતિબંધિત છે : જે ઝાડમાંથી દૂધ નીકળે છે તેના પાનનો ઉપયોગ કરશો નહીં, જેમ કે રબર પ્લાન્ટ, આંકડો વગેરે. હાનિકારક, કૃત્રિમ અને જ્વલનશીલ વસ્તુઓનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.

વાંસળીને મોતીઓથી શણગારો, અને મોરના પીંછાને ભૂલશો નહીં.હિંડોળોમાં મોરનાં પીંછાંનો ઉપયોગ ફરજિયાત પણે કરવો જોઈએ.વાંસળીને સુશોભિત કરીને હિંડોળોમાં આગવું સ્થાન આપવું જોઈએ.ગાયનું દૂધ પીતા વાછરડાના ચિત્રો અથવા ફોટા મૂકવાનું ભૂલશો નહીં.

શ્રી કૃષ્ણના જન્મ સમયનું વાતાવરણ પણ બતાવવું જોઈએ. બાળપણ, યુવાની અને ગીતાના જ્ઞાનના તબક્કાઓનું નિરૂપણ કરવું જોઈએ. તેમનું વિરાટ સ્વરૂપ જ દર્શાવવું જોઈએ, મહાભારતના યુદ્ધનું દ્રશ્ય નહીં.

હિંડોળો છ દિવસ સુધી સુશોભિત રાખો, દરરોજ આરતી કરો : એ વાત ધ્યાનમાં રાખો કે હિંડોળો 6 દિવસ સુધી રાખવો જોઈએ અને દરરોજ તેની આરતી કરવી જોઈએ. છઠ્ઠા દિવસે લડ્ડુ ગોપાલની છઠ્ઠીની ઉજવણી કર્યા પછી જ હિંડોળાનું વિસર્જન કરવું જોઈએ.

શ્રી કૃષ્ણના જન્મદિવસે પકવાન, પંચામૃત અને પંજીરી બનાવવાની પરંપરા છે. જો શક્ય હોય તો, માખણ અને મિશ્રી (સાકર) પણ અર્પણ કરવી જોઈએ.

એવું માનવામાં આવે છે કે, દિવસ દરમિયાન ભગવાનની મૂર્તિની સામે બેસીને પવિત્ર ભાવનાથી કીર્તન કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂરી થાય છે. ઘણી જગ્યાઓ પર ભગવાનના ગુણગાન કરતા કરતા રાત્રે બાર વાગ્યે કાકડીને નાળ સ્વરૂપ ગણી તેને કાપીને ભગવાનનો જન્મ કરાવવામાં આવે છે. આ પછી કૃષ્ણ જન્મજયંતિ ઉજવવામાં આવે છે. જન્મજયંતિ પછી કપૂર વગેરે પ્રગટાવી ભગવાનની આરતી-સ્તુતિ કરીને પ્રસાદ વહેંચવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *