..

ઘરમાં રહેલા તુલસીનો છોડ પાસે બોલો આ ચમત્કારિક મંત્ર ,બની જશો અમીર …

શેર કરો

તુલસીના છોડનું ઘણું મહત્વ છે. તુલસીના છોડને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને કહેવાય છે કે તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે.

વિષ્ણુ ની પૂજામાં તુલસી ના પાન વિના પ્રસાદ ચઢાવવામાં આવતો નથી.

એવું માનવામાં આવે છે કે તુલસી પર જળ ચઢાવવું ખૂબ જ શુભ હોય છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

તમારે તમારા ઘરમાં, ઘરના આંગણામાં અથવા ધાબા પર તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ, તમારે દરરોજ તેને જળ અર્પણ કરવું જોઈએ.

તેમજ સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવો.

જો તમે આ રીતે તુલસીની પૂજા કરશો તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અવશ્ય આવશે.

તેમજ તમામ દેવી-દેવતાઓની કૃપા રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રવિવાર અને મંગળવારે એકાદશીના દિવસે તુલસીના પાન છોડમાંથી બિલકુલ ન તોડવા જોઈએ, તે ખૂબ જ અશુભ છે.

જો કોઈ વ્યક્તિ આ બે દિવસમાં તુલસીના પાન તોડી લે તો તેના ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ નથી થતો.

1. ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસીજીને જળ અર્પણ કરતી વખતે જો ‘ઓમ-ॐ’ મંત્રનો 11 કે 21 વાર જાપ કરવામાં આવે તો ખરાબ નજરથી રક્ષણ મળે છે.

આ સાથે જ ઘર માં ધન તેમજ અનાજ માં વધારો થાય છે .

2. ભગવાન વિષ્ણુ ની પૂજા માં તુલસી ચઢાવવી જરૂરી છે, તેથી તુલસી ના પાન તોડતી વખતે

“ઓમ સુભદ્રાયનમઃ,
માતસ્તુલસી ગોવિંદ હૃદયાનંદકારિણી
નારાયણસ્ય પૂજાાર્થમ ચિનોમિ ત્વંનમોસ્તુતે”

મંત્રનો જાપ કરો. તેનાથી પૂજાનો બેવડો લાભ મળશે

3. જીવનમાં સફળતા મેળવવા માટે મહાપ્રસાદ જનાની, સર્વ સૌભાગ્યવર્ધિની, આધી વ્યાધિ હર નિત્યમ, તુલસી ત્વમ નમોસ્તુતે. મંત્રનો જાપ કરો. તેનાથી પ્રગતિના નવા રસ્તા ખુલશે.

4. જો કોઈ વ્યક્તિની નજર પડી ગઈ હોય તો તેના માથાથી પગ સુધી 7 તુલસીના પાન અને 7 કાળા મરીના દાણા લઈને 21 વાર ઉતારી લો અને તેને નદીમાં વહેવડાવો, તેનાથી ખરાબ નજર દૂર થઈ જશે.

5. ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરતી વખતે તેમાં ચંદન લગાવો, તેનાથી વિષ્ણુ પ્રસન્ન થશે. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ પણ આવશે.

6. તુલસીજીની પૂજા કરતી વખતે શુદ્ધ દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો, તેનાથી સકારાત્મકતા વધશે. સાથે જ ઘરમાં સમૃદ્ધિ પણ આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *