..

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર મિતાલીના હાથે થયો ક્લીન બોલ્ડ, સાત ફેરા ફરી ભવોભવના બંધનમાં બંધાયો…

શેર કરો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. લગ્નની આ સિઝનમાં સેલેબ્સ સામાન્ય લોકોની જેમ જ લગ્ન કરી રહ્યા છે અને નવું જીવન શરૂ કરી રહ્યા છે. ભારતીય ટીમમાં પણ જાણે લગ્નનો માહોલ ચાલી રહ્યો હોય તેમ એક પછી એક ખેલાડીઓના લગ્ન થઈ રહ્યા છે.

કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ બાદ મીડિયમ પેસ બોલર શાર્દુલ ઠાકુરે પણ લગ્ન કરી લીધા છે. અને શાર્દુલ-મિતાલીના લગ્ન ખૂબ ધામધૂમથી થયા.

થોડા સમય પહેલા T20 ટીમના કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ તેની પત્ની નતાશા સાથે ફરીથી લગ્ન કરી લીધા હતા. ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમના મીડિયમ પેસર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા.

શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સોમવાર, 27 ફેબ્રુઆરીએ મુંબઈમાં મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.

શાર્દુલ ઠાકુર કેએલ રાહુલ અને અક્ષર પટેલ પછી આ વર્ષે લગ્ન કરનાર ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો છે.

શાર્દુલ અને મિતાલીના લગ્નની તસવીરો પણ સામે આવી છે. લગ્ન પહેલા સંગીત અને હલ્દી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થયા છે. અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, શ્રેયસ અય્યરે પણ તેમાં ભાગ લીધો હતો. આટલું જ નહીં યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા, અભિષેક નાયર અને મુંબઈ ટીમના સ્થાનિક ક્રિકેટર સિદ્ધેશ લાડ પણ જોવા મળ્યા હતા.

શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ પીઠી સમારોહમાં ભાગ લીધો હતો. તો રોહિત શર્મા પત્ની રિતિકા સાથે સંગીત સેરેમનીમાં જોડાયો હતો.

સંગીત સેરેમની પહેલા, શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે એક પૂલ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જ્યાં બંનેએ તેમના પરિવારજનોની હાજરીમાં ખૂબ જ મસ્તી કરી હતી.

તમને જણાવી દઈએ કે શાર્દુલ ઠાકુરની પત્ની વ્યવસાયે બિઝનેસ વુમન છે અને સ્ટાર્ટઅપ કંપની ચલાવે છે.

બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ આ સંબંધને આગળ લઈ જવાનો નિર્ણય કર્યો.

ઉલ્લેખનીય છે કે શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે નવેમ્બર 2021માં સગાઈ કરી હતી.તેમની સગાઈના ફંક્શનમાં રોહિત શર્મા અને માલતી ચહર પણ હાજર રહ્યા હતા.

શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લગ્નની તસવીરો ચાહકોને પસંદ પડી રહી છે. ફેન્સ કપલને તેમની નવી શરૂઆત માટે અભિનંદન આપી રહ્યા છે. કોમેન્ટ કરીને જણાવો કે આ કપલ કેટલું સુંદર લાગે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *