..

કરોડોના બોગસ બિલિંગ કાંડમાં 36 કર્મચારીઓની બદલી કરાઈ.

શેર કરો

અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રૂા. 1000  કરોડના બોગસ બિલિંગ કાંડમાં શંકાસ્પદ ભૂમિકા ભજવવા બદલ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હોવાની જાહેરાત આજે ગુજરાત સરકારે કરી છે. બોગસ બિલિંગ કાંડમાં તેઓ કોઈપણ રીતે આડખીલી રૂપ ન બને અને ઑફિસના રૅકોર્ડ સાથે ચેડાં ન કરે તે માટે તેમની બદલી કરી દેવામાં આવી છે.

આ સાથે જ બોગસ બિલિંગ કરનારાઓ સાથે જીએસટી કચેરીના અધિકારીઓની મિલીભગત હોવાની હકીકત સામે આવી ગઈ છે. બોગસ બિલિંગ કરનારાઓ અધિકારીઓને ફોડીને તેમના ખાનગી સહકાર લઈને બોગસ બિલિંગ કરતાં હોવાના અગાઉ પણ ઘણાં કિસ્સાઓ બન્યા છે. પરંતુ આ વખતે પહેલીવાર સાગમટે બદલીઓ કરવામાં આવી છે.

સરકારના નિર્ણયની જાહેરાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે આજ રીતે અમદાવાદ જિલ્લા પંચાયતના 7 કરોડના ડુપ્લિકેટ બિલિંગ કાંડ માં જવાબદાર વર્ગ એકના હિસાબી અધિકારી હાર્દિક પ્રજાપતિને તાત્કાલિક અસરથી ફરજ મૌકૂફ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *