..

શ્રાવણ મહીનામાં શિવલિંગ પર કરો જળનો અભિષેક , થશે શિવજી પ્રસન્ન , બનશો કરોડપતિ….

શેર કરો

શ્રાવણ માસ (સાવન મહિનો અથવા શ્રાવણી મહિનો) ગુજરાતમાં અનુસરવામાં આવતા પરંપરાગત ગુજરાતી પંચાંગમાં 10મો મહિનો છે. 2022 માં, શ્રાવણ માસ 29 જુલાઈથી શરૂ થાય છે અને 27 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે.

આ મહિનાને ભોલેનાથ  નો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે.

ભગવાન શિવને બેલ પત્ર, જળ, દૂધ, ભાંગ ધતૂરો વગેરે વસ્તુઓ ચઢાવવામાં આવે છે. આ જ રીતે ભોલેનાથે પર અનાજ ચઢાવવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શંકરને જુદા જુદા અન્ન અર્પણ કરીને વિવિધ કષ્ટોનુ નિવારણ થાય છે. અન્નને ચઢાવીને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે.

ભગવાન શિવનો પ્રિય માસ શ્રાવણની શરૂઆત થવા જય રહી છે. તેથી શિવભક્ત નિયમિત રૂપથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગનો અભિષેક કરે છે. શિવલિંગ પર ઘણા વસ્તુઓ અર્પિત કરવામા આવે છે. જેથી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમનો આશીર્વાદ મેળવી શકાય. પણ આ વસ્તુઓને અર્પિત કરતા સમયે જો તમે તેના મહત્વ અને તેનાથી સંકળાયેલી કથાને પણ જાણશો તો સાચા મનથી ભોળાની ભક્તિ કરી શકશો.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જળથી તેમનો અભિષેક કરાય છે. જળાભિષેક કરવાથી પહેલા જાણી લો કે આખરે જળથી અભિષેક કરવાના પાછળ શું કારણ છે. માત્ર જળાભિષેકથી જ ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ શિવજીને જળ અર્પિત કરવાના પાછળની પૌરાણિક કથાના વિશે.

પૌરાણિક કથા મુજબ દેવતાઓ અને દાનવોમાં સમુદ્ર મંથનના દરમિયાન ત્યાં વિષનો ઘડો નિકળ્યુ હતુ. આ ઘડાને ન તો દેવતા અને ના દાવન લેવા માટે તૈયાર હતા. આ વિષને હલાહલ પણ કહેવાયો હતો. દસ દિશાઓમા તેમની ગરમીથી દેવતાને બળતરા થયા. પશુ-પંખીઓ મરવા લાગ્યા.ત્યારે બધાની રક્ષા કરવા માટે ભગવાન શિવએ વિષમાન કરી લીધું. વિષના અસરથી ભગવાન શિવના મસ્તકમાં ગરમી વધી ગઈ. ત્યારે શિવના

મસ્તકને ઠંડુ કરવા માટે દેવતાઓ તેમના માથા પર ઠંડુ જળ નાખવાનો શરૂ કર્યો. આવુ કરવાથી તેમના મગજની ગરમી ઓછી થઈ.

શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. બિલીપત્રની તાસીર પણ ઠંડી હોય છે તેથી જ ભોળેનાથેને બિલીપત્ર પણ અર્પિત કરાય છે.

શિવનો અગીયારમો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધું ફળ મળે છે.

શ્રાવણ માસના દરેક દિવસનું મહત્વ છે. શ્રાવણ માસના મંગળવારને દેવી ગૌરીને સમર્પિત મંગળા ગૌરી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ મહિનો અથવા શ્રાવણ શુક્રવારમાં શુક્રવારની મુખ્ય વિધિ લક્ષ્મી પૂજા છે. શ્રાવણ સોમવાર શિવલિંગ પૂજાને સમર્પિત છે.

ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન ગૌ વ્રત અથવા ગોપૂજા મુખ્ય ધાર્મિક વિધિ છે. અવિવાહિત છોકરીઓ સારા પતિ મેળવવા માટે આખો મહિનો મનાવવામાં આવે છે. બોલ ચોથ પૂજા અથવા બહુલા ચોથ વ્રત એ ગુજરાતી સાવન મહિનામાં વદ પક્ષ ચતુર્થી પર મનાવવામાં આવતું બીજું મહત્વનું વ્રત છે.

ગુજરાતી શ્રાવણ માસ 2022 માં મહત્વના તહેવારો અને વ્રત અથવા પૂજાની તારીખો

શુક્રવાર, 29 જુલાઈ 2022 – જરા જીવનતિકા વ્રત

શનિવાર, 30 જુલાઈ 2022 – શ્રાવણ માસ ચંદ્રોદયમ

શનિવાર. 30 જુલાઈ 2022 – શ્રુંગાર દ્વિતિયા / સિંધરા દૂજ

રવિવાર, 31 જુલાઈ 2022 – હરિયાળી તીજ, મધુશ્રવ તૃતીયા

1 ઓગસ્ટ 2022 – દુર્વા ગણપતિ વ્રતમ, નાગા ચતુર્થી ઉપવાસ, વિનાયક ચતુર્થી

2 ઓગસ્ટ 2022 – નાગુલા પંચમી, ગરુડ પંચમી, સામવેદ ઉપકર્મ, ઋગ શુક્લ યજુર હિરણ્યકેશી શ્રાવણી, ભારત સ્વતંત્રતા દિવસ, જાગ્રત ગૌરી વ્રત (જાગ્રત ગૌરી પંચમી)

3 ઓગસ્ટ 2022 – સૂર્ય ષષ્ઠી, આદિ પેરુક્કુ, સામવેદ ઉપકર્મ, કલ્કી જયંતિ, સુપૌદન વર્ણ ષષ્ઠી, શ્રીયલ ષષ્ઠી.

4 ઓગસ્ટ 2022 – શીતલા સપ્તમી, ગોસ્વામી તુલસીદાસ જયંતિ 5 ઓગસ્ટ 2022 – વરલક્ષ્મી વ્રથમ શુક્રવાર,

5 ઓગસ્ટ 2022 – જરા જીવનતિકા વ્રત

6 ઓગસ્ટ 2022 – પુષ્પાષ્ટમી, દુર્વાષ્ટમી, કુમારી દેવી પૂજા

7 ઓગસ્ટ 2-22 – અષા દશમી, દધિવ્રત અરંભમ.

8 ઓગસ્ટ 2022 – ઝુલન યાત્રારંભ

8 ઓગસ્ટ 2022 – પુત્રદા એકાદશી, પવિત્રા એકાદશી

9 ઓગસ્ટ 2022 – દામોદર દ્વાદશી, પ્રદોષ પૂજન

11 ઓગસ્ટ 2022 – ઋગ્વેદ ઉપકર્મ, યજુર્વેદ ઉપકર્મ

12 ઓગસ્ટ 2022 – રક્ષાબંધન, હયગ્રીવ જયંતિ (હયગ્રીવ ઉત્પત્તિ), બલભદ્ર પૂજા (ઓડિશા), અમરનાથ યાત્રા, જનધ્યાલા પૂર્ણિમા, વિઘાનસ જયંતિ, ઝૂલન યાત્રા સમાપ્તિ, નારિયાલી પૂર્ણિમા. શુક્રવાર,

12 ઓગસ્ટ 2022 – જરા જીવનતિકા વ્રત

13 ઓગસ્ટ 2022 – શ્રી રાઘવેન્દ્ર આરાધના

15 ઓગસ્ટ 2022 – સંકષ્ટી ચતુર્થી, બહુલા ચતુર્થી

17 ઓગસ્ટ 2022 – સિંહ સંક્રાંતિ

18 ઓગસ્ટ 2022 – શ્રી કૃષ્ણ જન્માષ્ટમી (સ્માર્તા), શ્રી કૃષ્ણ જયંતિ (ઉપવાસ), જયંતિ યોગ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી (માધવા) શુક્રવાર,

19 ઓગસ્ટ 2022 – જરા જીવનતિકા વ્રત

20 ઓગસ્ટ 2022 – વૈષ્ણવ શ્રી કૃષ્ણ જયંતિ, ગોપાલકલા, નંદોત્સવ

22 ઓગસ્ટ 2022 – અજા એકાદશી

25 ઓગસ્ટ 2022 – માસા શિવરાત્રી શુક્રવાર,

26 ઓગસ્ટ 2022 – જરા જીવનતિકા વ્રત

27 ઓગસ્ટ 2022 – પોલા, પોલાલા અમાવસ્યા, કુશોતપતિની અમાવસ્યા, દર્શ પિતોરી અમાવસ્યા, કૃષ્ણ અંગારકા ચતુર્દશી

શ્રાવણ માસ 2022 – પૂજા, વ્રત, શુભ દિવસો

શ્રાવણ રવિવાર – 31 જુલાઈ, 7 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ (શ્રાવણ માસ રવિવાર)

શ્રાવણ સોમવાર – 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટ (શ્રાવણ માસ સોમવાર)

શ્રાવણ મંગલવાર – 2 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 16 ઓગસ્ટ અને 23 ઓગસ્ટ (શ્રાવણ માસ મંગળવાર)

શ્રાવણ બુધવાર – 3 ઓગસ્ટ, 10 ઓગસ્ટ, 17 ઓગસ્ટ અને 24 ઓગસ્ટ (શ્રાવણ માસ બુધવાર)

શ્રાવણ ગુરુવર (શ્રવણ લક્ષ્મીવર) – 4 ઓગસ્ટ, 11 ઓગસ્ટ, 18 ઓગસ્ટ અને 25 ઓગસ્ટ (શ્રવણ માસ ગુરુવાર)

શ્રાવણ શુક્રવાર – 29 જુલાઈ, 5 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ. (શ્રાવણ માસ શુક્રવાર) (જરા જીવંતિકા વ્રત)

શ્રાવણ શનિવાર – 30 જુલાઈ, 6 ઓગસ્ટ, 13 ઓગસ્ટ, 20 ઓગસ્ટ અને 27 ઓગસ્ટ. (શ્રાવણ માસ શનિવાર)

ગુજરાતી સાવન માસ 2022 માં તિથિ, દિવસો અને તારીખો

શુક્રવાર, 29 જુલાઈ 2022 – શ્રાવણ માસ સુદ પ્રતિપદા

શનિવાર, 30 જુલાઈ 2022 – શ્રાવણ માસ સુદ દ્વિતિયા

રવિવાર, 31 જુલાઈ 2022 – શ્રાવણ માસ સુદ તૃતીયા

સોમવાર, 1 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ ચતુર્થી

મંગળવાર, 2 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ પંચમી

બુધવાર, 3 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ ષષ્ઠી

ગુરુવાર, 4 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ સપ્તમી

શુક્રવાર, 5 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ અષ્ટમી

શનિવાર, 6 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ નવમી

રવિવાર, 7 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ દશમી

સોમવાર, 8 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ એકાદશી

મંગળવાર, 9 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ દ્વાદશી

બુધવાર, 10 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ ત્રયોદશી

ગુરુવાર, 11 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ સુદ ચતુર્દશી

શુક્રવાર, 12 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ પૂર્ણિમા

શનિવાર, 13 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ પ્રતિપદા

રવિવાર, 14 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ દ્વિતિયા

સોમવાર, 15 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ તૃતીયા

મંગળવાર, 16 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ ચતુર્થી

બુધવાર, 17 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ પંચમી

ગુરુવાર, 18 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ ષષ્ઠી

શુક્રવાર, 19 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ સપ્તમી

શનિવાર, 20 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ અષ્ટમી

રવિવાર, 21 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ નવમી

સોમવાર, 22 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ દશમી

મંગળવાર, 23 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ એકાદશી

બુધવાર, 24 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ દ્વાદશી

ગુરુવાર, 25 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ ત્રયોદશી

શુક્રવાર, 26 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ ચતુર્દશી

શનિવાર, 27 ઓગસ્ટ 2022 – શ્રાવણ માસ વદ અમાવસ્યા

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *