..

શરૂ થઈ ગયો છે શ્રાવણ અને શનિશ્ચરી અમાસનો સંયોગ, આ રાશિના લોકોએ કરવા જોઈએ દુર્ભાગ્ય દૂર કરવાના આ ઉપાય…

શેર કરો

ઓગસ્ટ માસ ની તારીખ 11 ને શનિવાર ના દિવસે હરિયાળી અમાસ છે. અને આ તારીખે અને વારે શનિશ્ચરી અમાસનો પણ સંયોગ થઈ રહ્યો છે. જેથી આ શનિવારના દિવસે ભોલેનાથ ની સાથે સાથે શનિના પણ ઉપાય કરવા જરૂરી બને છે. ખાસ જે કોની ઉપર શનિની સાડાસાતી અને ઢેય્યા ચાલતા હોય તેને ઉપાઈ કરવા જરૂરી છે. પાંચ રાશિ વૃષભ, કન્યા પર ઢૈય્યા તથા વૃશ્ચિક, ધન અને મકર રાશિઓ પર સાડાસાતી ચાલી રહી છે. તો જાણો કેવી રીતે બચવું આ પ્રકોપ થી.

1. પહેલો ઉપાય

આ માસ દરમિયાન શિવ અને શનિ ને એકસાથે ખુશ કરવા માટે શિવલિંગ પર જળ સાથે કાળા તલ પણ જરૂર ચઢાવવા જોઈએ. એક તાંબાનો લોટો લઈ તેમાં થોડા કાળા તલ નાખીને શિવલિંગ પર અર્પિત કરો. જળ ચડાવતા સમયે ऊँ नम: शिवाय મંત્રનો જાપ ચાલુ રાખો. બાદમાં મંદિર પાસેના કોઈ ગરીબ ને સવા કિલો કાળા તલનું દાન કરો. જેના કારણે શનિદોષ દૂર થશે.

2. બીજો ઉપાય

આ ઉપાય માં શનિવાર ના દિવસે તેલનું દાન કરવું જરૂરી છે. આ માટે એક તપેલીમાં તેલ લઈને તેમાં પોતાનો ચહેરો જુઓ. બાદમાં આ તેલનું દાન કોઈ જરૂરિયાતમંદ ગરીબ માણસ ને કરો.

3. ત્રીજો ઉપાય

આ ઉપાઈ માં તમારે હનુમાનજી ના મંદિરમાં જવું પડશે. ત્યાં જઈને હનુમાનજી ની મુર્તિ ની સામે દીવો પ્રગટાવો. આ દીવો તેલ નો હોવો જોઈએ. સાથે સાથે ऊँ रामदूताय नम: નામના મંત્ર નો જાપ 108 વખત કરો. અને બાદમાં હનુમાનજીને નારિયળ અર્પણ કરો. આમ કરવાથી શનિદોષ અને પરેશાનીઓને દૂર થશે.

4. ચોથો ઉપાય-

શનિવારે ના આ દિવસે રામ ભક્ત હનુમાનને લાલ વસ્ત્ર, સિંદૂર, અને ચમેલીનું તેલ ની સાથે લાલ ફૂલ નો ભોગ ધરો. બાદમાં હનુમાન ચાલીસાનો પાઠ 7 વખત કરો. આમ કરવાથી બધી પરેશાનીઓથી મુક્તિ મળી જશે.

5. પાંચ મો ઉપાય-

શનિવારના દિવસે હરિયાળી અમાસ હોવાના કારણે આ દિવસે કોઈ મંદિરમાં પીપળા કે પછી આસોપાલવના ઝાડ નું વૃકક્ષા રોપણ કરો. અને આ જાડ ની સમયસર સારસંભાળ રાખો. જો આ શક્ય ન હોય તો પીપળાને જળ જરૂર ચઢાવો અને તેના ફરતે સાત પરિક્રમા કરો. આમ કરવાથી પરેશાનીઓ માથી મુક્તિ મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *