..

ભારત નો એક એવો ગઢ કે જ્યા તોપ ના ગોળા પણ થઈ જતા હતા નકામાં, અંગ્રેજોએ પણ સ્વીકારી હતી પોતાની હાર

શેર કરો

ભારત મા એવા અનેક કિલ્લાઓ છે કે જે ઘણા કારણોસર વિશ્વવિખ્યાત છે. આવો જ એક ગઢ રાજસ્થાન ના ભરતપુરમા પણ આવેલો છે. જેને ‘લોહગઢ નો કિલ્લો’ પણ કહેવામા આવે છે. આ ગઢ ને ભારત નો એકમાત્ર અજેયગઢ માનવામા આવે છે કેમ કે તે ક્યારેય પણ કોઇપણ રાજવી દ્વારા જીતી શકાયો ન હતો. અંગ્રેજોએ પણ આ ગઢ સામે પોતાની હાર સ્વીકારી લીધી હતી. આ ગઢ આશરે ૨૮૫ વર્ષ પહેલા એટલે કે ૧૯મી ફેબ્રુઆરી ૧૭૩૩ ના રોજ જાટ શાસક મહારાજા સૂરજમલ દ્વારા બનાવવામા આવ્યો હતો.

એ સમય મા તોપ તેમજ ગનપાવડર ઘણો પ્રચલિત હોવા ને લીધે આ ગઢ બનાવવા માટે એક વિશેષ પ્રકાર નો પ્રયોગ કરવામા આવ્યો હતો જેથી તોપ નો ગોળો પણ તેની સામે બેઅસર થઈ જાય અને આ ગઢ ની દીવાલ સુરક્ષિત રહે. આ ગઢ ના નિર્માણ વખતે એક પહોળી તેમજ મજબૂત પથ્થરો ની ઊંચી દિવાલ બનાવવામા આવી હતી. તોપ ના ગોળા ની અસર થી બચાવ માટે આ દિવાલો ની આજુબાજુ સેંકડો ફુટ પહોળી કાદવ ની દિવાલો બનાવવામા આવી હતી અને તેની નીચે ઊંડા તેમજ પહોળા ખાડા બનાવી ને પાણી ભરવામા આવ્યા હતા.

આવી પરીસ્થિતિમા ભલે દુશ્મન ગમે તેવી તોપ થી ગોળા ફેંકે પરંતુ સપાટ દિવાલ પર ગોળા ની અસર થવી અશક્ય હતી. આ ગઢ પર હુમલો કરવો કોઈ માટે પણ સરળ ન હતું, કારણ કે તોપ માથી ફેકવામા આવેલા ગોળા જ્યારે દિવાલ સાથે અથડાતા તો તેમા રહેલી અગ્નિ ઠંડી થઈ જાય. જેના લીધે ગઢ ને કોઇપણ પ્રકાર નુ નુકસાન થતુ જ નહીં. આ જ કારણ હતું કે દુશ્મનો આ ગઢ મા ક્યારેય પ્રવેશી શક્યા ન હતા. એવું પણ માનવામા આવે છે કે અંગ્રેજોએ આ ગઢ ને કબજે કરવા માટે ૧૩ વખત ત્યાં કર્યો હતો અને તેની સેનાએ તોપો થી સેંકડો વખત ગોળીબાર પણ કર્યા હતા.

પરંતુ આ ગઢ પર તેમના આ ગોળાબારી ની કોઈ જ અસર થઈ ન હતી. તે ૧૩ વખત પ્રયાસ કરી ચુક્યા હોવા છતા એકવાર પણ ગઢ મા પ્રવેશ ન કરી શક્યા. એવું કહેવામા આવે છે કે અંગ્રેજો ની સેના ની આ વારંવાર પરાજય થી નિરાશ થઈ ને ત્યા થી આગળ વધ્યા હતા. અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ ટાડ ના કહ્યા પ્રમાણે આ ગઢ ની સૌથી મોટી વિશેષતા તેની દિવાલો હતી, જે કાદવ માંથી બનાવેલી હતી પરંતુ તેમ છતા આ ગઢ ને જીતવો એ “લોખંડ ના ચણા ચાવવા” જેવું જ કપરું કાર્ય હતું. આ ગઢે હંમેશા જ તેના દુશ્મન ના આક્રમણ થી ગઢ ની રક્ષા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *