..

આ દિવસે આ ઉપાયોથી કરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન, સફળતા અને પ્રગતિના ખુલશે દ્વાર

શેર કરો

તમે પણ મેળવવા માંગો છો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા, તો આ દિવસે આ ખાસ ઉપાય કરીને કરો તેમને પ્રસન્ન.

કારતક મહિનાના શુક્લ પક્ષની ચૌદશને વૈકુંઠ ચૌદશ ના નામથી ઓળખવામાં આવે છે. તેનું ધાર્મિક દૃષ્ટિએ ઘણું જ મહત્વ હોય છે. આ દિવસ વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત છે. એટલા માટે આ દિવસે તેમની ઉપાસના કરવાથી વિશેષ શુભ ફળોની પ્રાપ્તિ કરી શકાય છે.

જો આ વૈકુંઠ ચૌદશ પર તમે પણ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો, તો અમુક ખાસ ઉપાય અપનાવી શકો છો, અને કરી શકો છો શ્રીહરિ નારાયણને પ્રસન્ન.

વૈકુંઠ ચૌદશના ઉપાય :

વિષ્ણુ સહસ્ત્રનામનો કરો પાઠ : આ દિવસે જો તમે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરશો તો તમને કેટલાય ગણું ફળ મળશે. આ દિવસે સવારે દૈનિક ક્રિયા પુરી કરીને ભગવાન વિષ્ણુ સમક્ષ ઘી નો દીવો પ્રગટાવો અને પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તમારા જીવનમાં ખુશહાલી આવશે.

કેસરનું તિલક : કેસર ભગવાન વિષ્ણુને સૌથી વધારે પ્રિય છે, એટલા માટે આ દિવસે પૂજા દરમિયાન માથા પર કેસરનું તિલક લગાવવાથી હરિ નારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવામાં આવી શકે છે. દરેક ઘરમાં કેસર હોય એ શક્ય નથી, તો એવામાં તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદર દરેક ઘરમાં ઘણી સરળતાથી મળી આવે છે.

જલ્દી લગ્ન થાય તેના માટે અજમાવો આ ટોટકા : જો તમારા લગ્નમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે અથવા લગ્નના યોગ નથી બની રહ્યા, તો વૈકુંઠ ચૌદશના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો ફોટો/મૂર્તિ મુકી તેની પૂજા કરો. અને પછી ચુપચાપ કોઈને જાણ ન થાય એ રીતે તે ફોટાની પાછળ હળદરની પોટલી મૂકી દો. તેનાથી તમારા લગ્ન જલ્દી જ થઇ જશે.

હળદરની માળાથી જાપ : આ દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ તેમના મંત્રનો જાપ કરવો શુભ ફળદાયક હોય છે. પણ જો તમે આ મંત્ર જાપ હળદરની માળાથી કરો છો, તો તે વધારે સારું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેનાથી બુદ્ધિ તેજ થાય છે.

પીળા રંગનો ઉપયોગ : ભગવાન વિષ્ણુને પીળો રંગ સૌથી વધારે પ્રિય હોય છે, એટલા માટે આ દિવસે વધારેમાં વધારે પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરો. જેમ કે નારાયણની પૂજા સમયે પીળા રંગના કપડાં પર જ તેમને વિરાજમાન કરો. પોતે પણ પીળો રંગ ધારણ કરો, હળદરની માળાથી જાપ કરો, પૂજા પછી સૂર્યદેવને પાણી અર્પણ કરતા સમયે લોટામાં એક ચપટી હળદર નાખી દો. ભગવાનને પીળી મીઠાઈનો ભોગ ધરાવો. તેનાથી તમને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *