..

સોમવારે શુભ મુહૂર્તમાં નવા મંત્રીઓ પદભાર સંભાળશે

શેર કરો

નવા પ્રધાનમંડળની રચના બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવાઇ છે. મંત્રીઓની ચેમ્બરો અને બંગલાઓનું રિનોવેશન કરાયુ છે. સોમવારે સવારે 12.39ના શુભ મુહુર્તમાં મંત્રીઓ સચિવાલયમાં પદભાર સંભાળશે.

શુક્રવારે નવા મંત્રીઓ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

આ તરફ, કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-1માં અને રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વણિમ સંકુલ-2માં ચેમ્બરો ફાળવવામાં આવી છે.

સ્વર્ણિમ સંકુલ-1 અને 2માં મંત્રીઓની નેમ પ્લેટ બદલાઇ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઓફિસને બદલે અન્ય ચેમ્બર બનાવી દેવાઇ હતી.

આ ઉપરાંત મંત્રીઓના બંગલાઓનું પણ રંગરોગાન અને રિનોવેશન કરાયુ હતું. બંગલાઓને પણ જાણે નવો ઓપ અપાયો હતો.

સોમવારે 12.39ના શુભ મુહુર્તના સમયે મંત્રીઓ પોતાની ફાળવેલી ચેમ્બરમાં પદભાર ગ્રહણ કરશે. આમ,સોમવારથી સચિવલાયમાં ફરી એકવાર ચહલપહલ જોવા મળશે.

આ પણ વાંચો 

આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ વધતા દેશમાં પેટ્રોલ, ડીઝલ મોંઘા થવાની શક્યતા, જાણો સંપૂર્ણ વિગત…

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે તેવી શક્યતા છે કારણકે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભારે માર્જિનના દબાણનો સામનો કરી રહ્યાં છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

છેલ્લા 12 દિવસથી પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ વધી રહ્યાં છે ત્યારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ઓગસ્ટના સરેરાશ ભાવની સરખામણીમાં ક્રૂડના ભાવ બેરલ દીઠ ચારથી છ ડોલર વધી ગયા છે. જો કે અત્યાર સુધી ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓેએ ભાવમાં વધારો કર્યો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ આ જ સ્તરે યથાવત રહેશે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની ફરજ પડશે.

આ અગાઉ છેલ્લે પેટ્રોલના ભાવમાં 17 જુલાઇના રોજ અને ડીઝલના ભાવમાં 15 જુલાઇના રોજ વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભૈાવ રૂ. 101.19 અને ડીઝલનો ભાવ રૂ. 88.62 છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં જુલાઇની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં બેરલ દીઠ 3 ડોલરનો ઘટાડો થયો હતો.

છેલ્લે પાંચ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 18 જુલાઇ પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવમાં 0.65 રૂપિયા અને ડીઝલના ભાવમાં 1.25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *