..

દિલ્હીમાં ફરી એક વખત દિવાળીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો

શેર કરો

દિલ્હીમાં શિયાળાના આગમન સાથે વધી રહેલા પ્રદુષણ પર લગામ કસવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

કેજરીવાલે કોરોના અને વાયુ પ્રદુષણનો હવાલો આપતા કહ્યુ હતુ કે, દિલ્હીના લોકો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના દિવસે કોનોટ પ્લેસ પર ભેગા થઈને ખુશી મનાવશે પણ ફટાકડા નહીં ફોડે.

તેમણે કહ્યુ હતુ કે, ચારે તરફ આકાશ ધમાડાથી ભરાયેલુ છે અને તેના કારણે કોરોનાની સ્થિતિ વધારે વણસી શકે છે.ગયા વર્ષે આપણે ફટાકડા નહી ફોડવાના સોગંદ લીધા હતા અને આ વખતે પણ આપણે દિવાળી મનાવીશુ પણ ફટાકાડા નહીં ફોડીએ.જો આપણે ફટાકડા ફોડીશુ તો તે બાળકોની જીંદગી સાથે રમવાનુ કૃત્ય હશે, દિવાળીના દિવસે સાંજે આપણે લક્ષ્મી પૂજન કરીશું.

તેમણે કહ્યુ હતુ કે, દિલ્હીમાં કોરોના અને પોલ્યુશન બંનેનો ખતરો મંડરાઈ રહ્યો છે.પાડોશી રાજ્યો દ્વારા કોઈ પગલા નહીં લેવાયા હોવાથી ખેડૂતો દ્વારા ખેતરોમાં પરાળી બાળવાની સમસ્યા યથાવત છે અને તેના કારણે આ ધૂમાડો દિલ્હી તરફ આવે છે.છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા ચાલી આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *