..

તાલિબાનને માન્યતા નહીં આપો તો આતંકી હુમલાનો સામનો કરવો પડશે, પશ્ચિમના દેશોની ધમકી

શેર કરો

પાકિસ્તાનના બટકબોલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને દુનિયાના બીજા દેશો માન્યતા આપે તે માટે ધમપછાડા કરી રહ્યા છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે પશ્ચિમના દેશોને સીધી ધમકી આપી છે કે, જો તાલિબાનને માન્યતા નહીં અપાઈ તો પશ્ચિમના દેશોને અમેરિકા પર થયેલા નાઈન ઈલેવન જેવા હુમલાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

એક અમેરિકન ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં મોઈદે કહ્યુ હતુ કે, 1989માં જ્યારે રશિયાની સેના આ વિસ્તારમાંથી પાછી ગઈ હતી ત્યારે પશ્ચિમ દેશોએ અફઘાનિસ્તાન સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને અફઘાનિસ્તાન આતંકીઓનો અડ્ડો બનવા માંડ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, હજી સુધી પાકિસ્તાને તાલિબાનને માન્યતા આપી નથી પણ મારો અનુરોધ છે કે, દુનિયાના બીજા દેશો તાલિબાન સાથે વાતચીત કરે જેથી સુરક્ષાના મુદ્દે શૂન્યાવકાશ જેવી સ્થિતિ ના સર્જાય. તાલિબાને સાંભલવુ જરૂરી છે.જેથી અગાઉ થયેલી ભૂલો જેવી ભૂલ ફરી ના થાય.

તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં જૌ પૈસા નહીં હોય તો ત્યાં શાસન નહીં હોય અને તેવામાં અલ કાયદા જેવા આતંકી સંગઠનો પોતાની જડો મજબૂત કરી શકે છે.

આ આતંકી સંગઠનો માત્ર એક વિસ્તાર સુધી સમિતિ નહીં રહે. આતંકવાદ વધશે અને અફઘાનિસ્તાને એકલુ છોડી દેવાથી અહીંયા કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *