..

વોડાફોન આઇડિયામાંથી કુમારમંગલમ બિરલા તેમનો હિસ્સો જતો કરવા તૈયાર.

શેર કરો

આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલા ભારે દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ)માં પોતાનો પ્રમોટર હિસ્સો છોડવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે આ કંપનીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે તે પોતાની હિસ્સેદારી કોઈપણ સરકારી કે સૃથાનિક ફાઇનાન્સિયલ કંપનીને આપવા માટે તૈયાર છે.

બિરલાએ કેબિનેટ સચિવ રાજીવ ગાબાને લખેલા પત્રમાં આ વાત જણાવી હતી. કુમાર મંગલમ બિરલા વોડાફોન ઇન્ડિયાના પ્રમોટર અને ચેરમેન છે. કંપનીમાં તેમનો હિસ્સો 27 ટકા અને બ્રિટનની વોડાફોનનો હિસ્સો 44 ટકા છે. કંપનીનું વર્તમાન બજારમૂલ્ય 24,000 કરોડ રૂપિયા છે. બંને પ્રમોટરોએ કંપનીમાં નવું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો છે.

વોડાફોન પીએલસી પહેલેથી જ તેના રોકાણને માંડવાળ કરી ચૂકી છે. વોડાફોન આઇડિયા પર લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. કંપનીના બોર્ડે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 25,000 કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સરકારી મદદની ખાતરી વગર રોકાણકાર કંપનીને કોઈ ભાવ આપવા તૈયાર નથી.

બિરલાએ ગાબાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સરકારે આ મામલે તરત જ પગલાં લેવાની જરૂર છે. તેની સાથે તેમણે તેમ પણ જણાવ્યું હતું કે તે કંપની પરથી પોતાનો અંકુશ જતો કરવા માટે તૈયાર છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમનો હિસ્સો કોઈપણ સરકારી અને સૃથાનિક કંપનીને આપવા માટે તૈયાર છે. વિદેશી રોકાણકારોમાં ભરોસો જગાડવા માટે સરકારે આ પગલું ઉઠાવવું જોઈએ. સરકારે જો તાત્કાલિક પગલાં ન લીધા તો વોડાફોન ઇન્ડિયાનું અસ્તિત્વ ભયમાં મૂકાશે.

ગયા મહિને સુપ્રીમ કોર્ટે એજીઆર ગણતરીમાં સુધારા માટે વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલની અરજીને ફગાવી દીધી હતી. વોડાફોન આઇડિયાનું કહેવું છે કે તેના પર 21,500 કરોડ રૂપિયાની એજીઆર રકમ બાકી છે. તેમાથી તે 7,800 કરોડની ચૂકવણી કરી ચૂકી છે. જ્યારે ટેલિકમ્યુનિકેશન વિભાગ (ડોટ) મુજબ વોડાફોન પર 58,000 કરોડ રૂપિયાના એજીઆર બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *