..

રાકેશ અસ્થાનાની નિમણૂક સામેની અરજી પર સુપ્રીમ કોર્ટ આ સપ્તાહે સુનાવણી કરી શકે

શેર કરો

આઇપીએસ પોલીસ ઓફિસર રાકેશ અસ્થાનાની નવી દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવતા તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પાંચમી ઓગસ્ટે તેની સુનાવણી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટની યાદી મુજબ મુખ્ય ન્યાયાધીશ એમ વી રમન અને ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચ સુનાવણી કરશે. dosage for ivermectin pour on for goats ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશ્નર તરીકેની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. વકીલ એમએલ શર્માએ આ અંગેની અરજી દાખલ કરી છે.

વકીલ એમએલ શર્માએ આ કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સામે કોર્ટના આદેશનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવાયું હતું કે અસ્થાનાના નિવૃત્ત થવાાના ચાર દિવસ પહેલા જ દિલ્હી પોલીસ કમિશ્રનર તરીકે નિમણૂક કરવી તે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિપરીત છે.

નિવૃત્તિના થોડા દિવસ પહેલા અસ્થાનાની નિમણૂક કરવામાં આવતા રાજકારણ પણ ગરમાયું છે. withdrawal time for ivermectin in swine દિલ્હી વિધાનસભાએ ગયા સપ્તાહે રાકેશ અસ્થાનાની નિમણૂકના વિરોધમાં પ્રસ્તાવ પસાર કર્યો હતો અને ગૃહ મંત્રાલયને નવી નિમણૂકનો આગ્રહ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક મનાતા આઇપીએસ ઓફિસર રાકેશ અસ્થાના સીબીઆઇમાં હતા ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો. તેમના કારણે સીબીઆઇના બીજા અધિકારીઓ પણ વડાપ્રધાન મોદીની ખફગીનો બોજ બન્યા હતા. ivermectin humans side effects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *