પત્ની ના પ્રેમી સાથે લગ્ન કરાવા માટે છૂટાછેડા આપવા પણ તૈયાર છે પતિ, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી સાચી કહાની

Spread the love

મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેરમા એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમા આવ્યો છે. એક સોફ્ટવેર ઇજનેરે તેમની પત્ની ને માત્ર એ કારણે છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો કે તેમની પત્ની પોતાના પહેલા પ્રેમ એટલે કે પ્રેમી સાથે સુખી થી પોતનુ જીવન પસાર કરી શકે.

આ સમગ્ર વાત પટનલર ના કોલાર વિસ્તારમા રહેતા દંપતિ સુરેશ અને સુરેખા (નામ બદલાવેલા છે) ની છે. પત્ની સુરેખા ફેશન ડિઝાઇનર છે જયારે તેનો પતિ સુરેશ સોફ્ટવેર ઈજનેર છે. બંનેના લગ્ન આજથી ૭ વર્ષ પહેલા થયા હતા અને આ દંપતીને બે સંતાનો પણ છે. ત્યારે જ અચાનક પતિ અને પત્ની વચ્ચે પ્રવેશ કર્યો ‘વો એટલે કે પત્નીના પ્રેમીની’. પત્નીના પ્રેમીના કારણે પતિ અને પત્ની વચ્ચેનુ અંતર વધવા લાગ્યુ હતુ. પત્ની તેના પ્રેમી માટે પોતાનુ ઘર છોડવા માટે પણ તૈયાર છે. ત્યારે જ કેસ પહોંચ્યો ફેમિલી કોર્ટ સુધી.

સુરેખાના લગ્ન પહેલા એક યુવાન સાથે પ્રેમ સબંધો બંધાયા હતા. લગ્ન બાદ પણ બંનેના સબંધો ચાલુ જ રહ્યા હતા. સુરેખાનો પ્રેમી અન્ય જાતિનો હોવાને કારણે સુરેખાના પિતા આ આંતરજાતિય લગ્ન માટે તૈયાર થયા ન હતા અને સુરેખાની ઈચ્છા વિરૂદ્ધ સુરેશ સાથે તેમના લગ્ન કરાવવામા આવ્યા હતા. ત્યારે સુરેખાના દિવાના પ્રેમીએ હજુ સુધી લગ્ન પણ કર્યાં નથી.

પતિ અને પત્ની વચ્ચેનુ અંતર ઘટવાને કારણે દંપતીએ કાઉન્સેલિંગનો સહારો પણ લીધો હતો. છતા પણ કઈ ચોક્કસ પરિણામ મળ્યુ ન હતુ. સુરેશે જણાવ્યુ હતુ કે બધા જ પ્રયત્નો કરવા છતા પણ સુરેખા તેની સાથે ખુશ રહી શક્તિ નથી અને તે તેના પ્રેમીને જ પ્રેમ કરે છે. સુરેખા તેના પ્રેમીને ભૂલી શક્તિ જ નથી. તો કરુણાએ પણ કાઉન્સેલિંગ દરમિયાન સ્વિકાર્યું હતુ કે સુરેખા તેના પહેલા પ્રેમને કોઇપણ રીતે ભૂલી શકતી નથી. સુરેખા તેના પહેલા પ્રેમી સાથે જ રહેવા માંગે છે. જો સુરેશ તેના સંતાનોને તેમની સાથે રાખવા ઇચ્છતા ન હોય તો સુરેખા બાળકોને પોતાની સાથે રાખવા પણ તૈયાર છે.

ફેમિલી કોર્ટ મા સુરેશે તેની પત્ની સુરેખાના લગ્ન તેના પહેલા પ્રેમી સાથે કરાવવાનુ કહ્યુ અને સાથે સાથે જ છૂટાછેડા માટે અરજી પણ કરી હતી.

કાઉન્સેલર શૈલેશ ચંદારાણા પણ આ પ્રેમકહાની સાંભળી આશ્ચર્યચકિત જ થઈ ગયા હતા. તેમનુ કહેવુ છે કે, તેમણે આજ સુધી આવો પ્રથમ કેસ જોયો છે કે જેમા પતિ માત્ર એ કારણે છૂટાછેડા આપવા તૈયાર હોય કે, તેની પત્ની તેના પહેલા પ્રેમી સાથે સુખીથી રહી શકે. આ સાચા અને પ્રેમી હ્રદયવાળો પતિ તેમના સંતાનોનુ પાલન-પોષણ કરવા માટે પણ તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *