..

જાણો લગ્નના દિવસે વરરાજા ઘોડી પર કેમ બેસે છે ?

શેર કરો

લગ્ન મતલબ બેંડ બાજા અને બારાત.

આ સાથે જ વરઘોડામાં ઘોડી પરસજી ધજીને બેસેલો વરરાજા.

અમે આજે આ વાત પાછળનુ રહસ્ય બતાવી રહ્યા છે કે છેવટે કેમ પોતાના લગ્નમાં વરરાજા ઘોડી પર જ બેસે છે.

આ વાત વિચાર કરતા મુકનારી તો છે જ.મોટાભાગના લોકો આ સવાલનો જવાબ પૂછતા કહે છે કે વરરાજા પાસે છેલ્લી તક હોય છે.

જો અત્યારે ઘોડી લઈને ભાગી ગયો તો આ લગ્નના ઝંઝટથી બચી જશે.ઘોડી પર જ કેમ ?

દુનિયામાં એવા પુષ્કળ જાનવર છે જેમની સવારી કરી શકાય છે.

સૌથી પહેલી અને મુખ્ય વાત એ છે કે ઘોડાને શોર્ય અને વીરતાનુ પ્રતિક માનવામાં આવ્યુ છે.

બીજી બાજુ ઘોડીને ઉત્પત્તિનો કારક પણ કહેવાય છે. એવુ કહેવાય છે કે ભગવાન શ્રીરામ અને ભગવાન કૃષ્ણ પણ પોતાના લગ્નના દિવસે ઘોડા પર જ આવ્યા હતા.

કદાચ આ જ કારણ છે કે વરરાજાને ઘોડી પર બેસાડીને નવા જીવનની શરૂઆત કરાવવામાં આવે છે.

કદાચ ત્યારથી જ આ એક પરંપરાના રૂપમાં બની ગયુ હોય.

આ ઉપરાંત બાકી બધા જાનવરોમાંથી ઘોડાને સૌથી વધુ શક્તિશાળી પણ માનવામાં આવે છે.

પણ તેની સાથે જોડાયેલી એક કથા પણ સાંભળવા મળે છે જે વધુ રસપ્રદ છે.એક અન્ય માન્યતા મુજબ ઘોડી બુદ્ધિમાન, ચતુર અને દક્ષ હોય છે.

તેને ફક્ત સ્વસ્થ અને યોગ્ય વ્યક્તિ જ નિયંત્રિત કરી શકે છે.

વરરાજાનુ ઘોડી પર આવવુ આ વાતનુ પ્રતિક છે કે ઘોડીની બાગડોર સાચવનારો પુરૂષ, પોતાના પરિવાર અને પત્નીની બાગડોર પણ સારી રીતે સંભાળી શકે છે

એક અન્ય માન્યતા મુજબ ઘોડી બુદ્ધિમાન, ચતુર અને દક્ષ હોય છે. તેને ફક્ત સ્વસ્થ અને યોગ્ય વ્યક્તિ જ નિયંત્રિત કરી શકે છે.

વરરાજાનુ ઘોડી પર આવવુ એ વાતનુ પ્રતિક છે કે ઘોડીની બાગડોર સાચવનારો પુરૂષ પોતાના પરિવાર અને બાળકોની બાગડોર પણ સારી રીતે સાચવી શકે છે.

પુરાણો મુજબ જ્યારે સૂર્ય દેવની ચાર સંતાનો યમ, યમી, તપતી અને શનિ દેવનો જન્મ થયો એ સમયે સૂર્યદેવની પત્ની રૂપાએ ઘોડીનુ જ રૂપ ધારણ કર્યુ હતુ. કદાચ ત્યારથી ઘોડીને ઉત્પત્તિનો કારક માનવામાં આવ્યો છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *