..

જાણો મહાભારતના મહાન પાત્ર ભીષ્મ પિતામહ ના પૂર્વ જન્મની અનોખી કથા…

શેર કરો

એક પુત્રની ઇચ્છાથી શાંતનુના પિતા મહારાજા પ્રતીપ ગંગા કિનારે તપસ્યા કરી રહ્યા હતા. તેમના તપ, રૂપ અને સૌન્દર્યથી પ્રભાવિત ગંગા તેમની જમણી જાંઘ પર બેસીને કહે, ‘રાજન ! મને તમારી સાથે લગ્ન કરવા છે હું ઋષિ જાહનુ ની પુત્રી ગંગા છું. ‘

તેના પર રાજા પ્રતીપે કહ્યું, ‘ગંગા! તમે મારી જમણી જાંઘ પર બેઠા છો, જ્યારે પત્ની વામંગી હોવી જોઈએ, જમણી જાંઘ પુત્રનું પ્રતીક છે, તેથી હું તમને મારી વહુ તરીકે સ્વીકારી શકું છું.’ આ સાંભળીને ગંગા ત્યાંથી ચાલી ગઈ. tippmix asztali verzió

જ્યારે મહારાજા પ્રતીપને પુત્ર જન્મ્યો ત્યારે તેમણે તેનું નામ શાંતનુ રાખ્યું અને ગંગાના લગ્ન આ શાંતનુ સાથે થયાં. તેને ગંગાથી 8 પુત્રો થયા, જેમાંથી 7 ગંગા નદીમાં ડૂબી ગયા અને 8 મો પુત્ર થયો. તેમના 8 માં પુત્રનું નામ દેવવ્રત હતું. આ દેવવ્રત પાછળથી ભીષ્મ તરીકે ઓળખાયા.

શાંતનુએ પોતાના પિતા પ્રતિપની આજ્ઞા ને કારણે ગંગા પાસે જઇને લગ્ન કરવા વિનંતી કરી હતી. ત્યારે ગંગાએ કહ્યું, ‘રાજન ! હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું પણ તમારે વચન આપવું પડશે કે તમે મારા કોઈપણ કામમાં દખલ નહીં કરો.’ શાંતનુએ ગંગાને વચન આપીને લગ્ન કર્યા.

ગંગાથી મહારાજ શાંતનુને 8 પુત્રો થયા, જેમાંથી 7 ગંગા એ ગંગા નદીમાં વહાવી દીધા હતા. વચન થી બંધાયા હોવાથી શાંતનુ કંઈ બોલી શક્યા નહીં.

જ્યારે ગંગાને 8 મો પુત્ર થયો અને તે પણ તેને વહાવાં નદીમાં લઈ ગઈ, રાજા શાંતનુ થી રહેવાયું નહિ અને તેમને ગંગાને આ કામ કરતા રોકી. ગંગાએ કહ્યું, ‘રાજન! તમે તમારું વચન તોડ્યું છે, તેથી હવે હું તમારી સાથે રહી શકું નહીં.’ એમ કહીને ગંગા ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ.

મહારાજા શાંતનુએ તે પુત્રને ઉછેર્યો અને તેનું નામ દેવવ્રત રાખ્યું. જ્યારે દેવવ્રત કિશોરાવસ્થામાં હતા, ત્યારે તેઓને હસ્તિનાપુરનો રાજકુમાર જાહેર કરવામાં આવ્યો. આ દેવવ્રત પાછળથી ભીષ્મ તરીકે ઓળખ પામ્યો.

એકવાર ‘દ્યું’ નામના વસુએ વશિષ્ઠ ઋષિની કામધેનુનું અપહરણ કર્યું. આને કારણે ઋષિ વસિષ્ઠે દ્યું ને કહ્યું કે મનુષ્ય આવા કામ કરે છે, તેથી તમે આઠે મનુષ્ય બની જાઓ. આ સાંભળીને વસુઓ ગભરાઈને વસિષ્ઠજીને પ્રાર્થના કરી, ઋષિએ કહ્યું કે અન્ય વસુ વર્ષના અંતમાં મારા શ્રાપથી છુટકારો મેળવશે, પરંતુ આ ‘દ્યુ’ ને તેના કર્મોનું ફળ સહન કરવા માટે આજીવન માણસ બની દુઃખ સહન કરવું પડશે.

આ સાંભળીને વસુઓ ગંગાજી પાસે ગયા અને તેમને વસિષ્ઠજીના શ્રાપ વિશે વિગતવાર જણાવ્યું અને પ્રાર્થના કરી કે ‘તમે મૃત્યુલોક માં અવતાર લઈને અમને ગર્ભાશયમાં ધારણ કરો અને અમે જન્મ લેતાંની સાથે જ પાણીમાં ડુબાડી દો. આ રીતે અમે બધા જલ્દીથી મુક્ત થઈશું. ‘ ગંગા માતાએ સ્વીકાર્યું અને તે કુશળતાથી શાંતનુ રાજાની પત્ની બની અને શાંતનુ પાસેથી વચન પણ લીધું. શાંતનુથી ગંગાના ગર્ભમાં જન્મેલા સાત પુત્રોને તરત જ ગંગાજીએ તેમને પાણીમાં ડૂબાડી દીધા. જેથી 7 વસુઓ મુક્ત થયા. nyerőgépes પરંતુ 8 માં માં શાંતનુએ ગંગાને રોકી અને તેનું કારણ જાણવા માંગ્યું.

ગંગાજીએ રાજાની આજ્ઞા પાળી અને વશિષ્ઠના શ્રાપ વિશેની બધી બાબતો કહી. eredmények tippmix રાજાએ 8 મા પુત્રને ડૂબવા દીધો નહીં, અને આ વચન ભંગ ને કારણે ગંગાએ 8 મા પુત્ર ને રાજાને સોંપીને અદૃશ્ય થઈ ગઈ. આ જ બાળક દ્યુ નામક વસુ હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *