..

આ માણસે ટ્રાફિકથી બચવા ભંગાર માથી બનાવ્યુ હેલિકોપ્ટર, લોકોએ કહ્યુ કે આ છે બધા જુગાડનો બાપ

શેર કરો

આજકાલના દિવસોમા સમગ્ર વિશ્વની સામે ટ્રાફિક જામ એક મોટી સમસ્યા બની ગઈ છે. ટ્રાફિકની સમસ્યાઓથી બચવા લોકો ઘરેથી વહેલા નીકળે છે, જેથી તેઓ સમયસર ઓફિસે કે કામ-ધંધા પર પહોંચી શકે. વિશ્વના દરેક દેશ આ સમસ્યાનો સામનો કરવા માટે અનેક પ્રકારના નિરાકરણ શોધે છે. ઘણા લોકોએ તો એવો દાવો પણ કર્યો છે કે તેઓ ભવિષ્યમા ફ્લાઇંગ ટેક્સી પણ ચલાવશે. પરંતુ શુ તમે જાણો છો કે ઇન્ડોનેશિયન એક વ્યક્તિએ ટ્રાફિકની સમસ્યાને ટાળવા જોરદાર ભેજુ લગાવ્યુ છે.

આ માણસે પોતાના માટે ભંગારમાંથી એક હેલિકોપ્ટર બનાવ્યુ છે. તે આ આવિષ્કાર દ્વારા જાકાર્તા(ઇન્ડોનેશિયાની રાજધાની) મા થતા ભારે ટ્રાફિક સમસ્યાથી પોતાને બચાવવા માંગે છે. આ વ્યક્તિનુ નામ છે જુનૈદ. તે જકાર્તાના સુકાબૂમીનો વતની છે અને ત્યા ઓટો વર્કશોપમા કામ કરે છે.

તેને તેના વર્કશોપની સામે ભારે ટ્રાફિક સમસ્યા જોઇને આ વિચાર આવ્યો હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે જો ભગવાનની ઈચ્છા હશે તો હુ આ વર્ષના અંતમા અથવા તો ૨૦૨૦ ની શરૂઆતમા આ હેલીકોપ્ટર ઉડાવીશ. મારે તેને બનાવવા માટે જે પાર્ટની જરૂર છે તેને મેળવવા માટે થોડો સમય લાગી રહ્યો છે.

તમને એ પણ જણાવી દઈએ કે, જુનૈદ જે વર્કશોપમા કામ કરે છે તેજ વર્કશોપના ભંગારના સામાનને એકઠો કરીને ૮ મીટર લાંબુ હેલિકોપ્ટર બનાવવાની યોજના બનાવી છે. જેની ઉપર તે છેલ્લા ૧ વર્ષથી કામ કરી રહ્યો છે. અત્યાર સુધીમા તેણે આ આવિષ્કાર પર ૨,૧૩૮ ડોલર(લગભગ ૧,૫૩,૦૦૦ રૂપિયા) નો ખર્ચ કર્યો છે.

તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે જુનૈદે તેને બનાવવા માટે કોઈ જગ્યાએ તાલીમ લીધી નથી. તેને તેના શાળાના શિક્ષણ, યુ-ટ્યુબ અને ઓટો રિપેર વર્કશોપના અનુભવ પર વિશ્વાસ હતો. તેને આશા છે કે તે હેલિકોપ્ટર પૂર્ણ કરતા પહેલા કેટલાક વિમાન નિષ્ણાતોની સલાહ લેશે. તેને લાગે છે કે તેની શોધ જકાર્તામા પરિવહનનુ નવી આવિષ્કાર બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *