આ કારણોસર આમીર ખાન નથી જતા “કપિલ શર્મા” ના શો મા, જાણો શું છે આ કારણ

Spread the love

કપિલ શર્મા આજ ની તારીખમા ભારત ના નંબર ૧ કોમેડિયન છે. તેમનો શો “દ કપિલ શર્મા શો” આજે ઘરે-ઘરે લોકપ્રિય બની ગયો છે. લોકો આ શો જોઈને ખુબ જ હંસે છે. આખો પરિવાર સાથે બેસીને આ શો જુએ છે. આ જ કારણ છે કે કપિલ ના શો પર ફિલ્મી કલાકારો પોતાની આવનારી ફિલ્મો નુ પ્રમોશન કરવા આવતા હોય છે. આ શો પર જે પણ ફિલ્મ પ્રમોટ થાય છે એને સારી એવી પબ્લિસિટી મળી જાય છે. ફિલ્મ પ્રમોશન ની સાથોસાથ દર્શકો ને બોલીવુડના કલાકારો ના અંગત જીવન વિષે જાણવાની તક મળી જાય છે. કપિલ ના શો પર જયારે પણ કોઈ સેલિબ્રિટી આવે છે ત્યારે ખુબ જ હંસી-મજાક થાય છે.

અત્યાર સુધી ક્યારેય આમીર ખાન નથી આવ્યા આ શો મા

કપિલ શર્મા ના શો પર લગભગ તમામ બોલીવુડ કલાકારો આવી ચુક્યા છે પરંતુ અત્યાર સુધી આમિર ખાન ત્યાં નથી આવ્યા. એવું નથી કે કપિલે એમને બોલાવવા ના પ્રયત્નો નથી કર્યા, કપિલ ની ટીમે ઘણીવાર ઇચ્છયું કે આમિર તેમના શો પર આવે પરંતુ આમિર ખાન એક ખાસ કારણ ને લીધે આજ સુધી કપિલ ના શો નો હિસ્સો નથી બન્યા. જયારે તમે પણ આ કારણ જાણશો તો હેરાન થઇ જશો.

આ કારણોસર કપિલ ના શો પર નથી આવતા આમિર

કપિલ ના શો પર જેટલા પણ કલાકાર આવે છે તેમનો મુખ્ય હેતુ તેમના ફિલ્મ નુ પ્રમોશન હોય છે. જો કે, બોલીવુડ ના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન ની કામ કરવાની રીત થોડી જુદી છે. આમિર નુ માનવુ છે કે જો ફિલ્મ સારી હશે તો તેને કોઈપણ પ્રકાર ની પ્રમોશન ની જરૂર જ નહિ પડે. આ જ કારણ છે કે આમિર અત્યાર સુધી કપિલ ના શો પર કોઈપણ ફિલ્મ ના પ્રમોશન માટે નથી આવ્યા. ફક્ત કપિલ ના શો જ નહિ પરંતુ કોઈપણ ટી.વી શો પર આમિરે પોતાની ફિલ્મ ને પ્રમોટ નથી કરી.

ફક્ત આ ટી.વી શો મા આમીર દેખાયા હતા

સામાન્ય રીતે આમિર ફિલ્મ પ્રમોશન માટે કોઈપણ ટી.વી શો નો હિસ્સો બનવાનુ પસંદ નથી કરતા. પરંતુ ગયા વર્ષે આમીર કરણ જોહર ના ટૉક શો “કોફી વિથ કરણ” મા આવ્યા ત્યારે બધા જ હેરાન થઇ ગયા હતા. ત્યારે આમિર ની ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” ફિલ્મ આવવાની હતી. તો આમિર આ ફિલ્મ ને પ્રમોટ કરવા કરણ ના શો પર આવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે આમીર ની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકદમ ખરાબ રીતે ફ્લોપ થઇ હતી. કદાચ એમને પણ શૂટિંગ દરમિયાન એ વાત નો અંદાજો આવી ગયો હતો કે ફિલ્મમા દમ નથી અને તેને પ્રમોશન ની જરૂર પડી શકે છે.

સૂત્રો નુ જો માનીએ તો જયારે આમિર કરણ ના શો પર આવ્યા હતા ત્યારે કપિલ શર્મા ની ટીમે પણ એમને પોતાના શો પર બોલાવવા ના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એમને ત્યારે પણ કોઈ તારીખ નહોતી મળી. ખાસ વાત તો એ છે કે આમિર એવોર્ડ ફંક્શનમા પણ નથી જતા. એમણે ઘણા સમય પહેલા થી જ એવોર્ડ શો મા જવાનુ પણ બંદ કરી દીધું હતું. એમનું માનવું છે કે જો એવોર્ડ અગાવ થી જ નક્કી હોય છે તો તેમને ત્યાં જવાનો શું અર્થ છે? વર્કફ્રન્ટ ની વાત કરીએ તો આમિર જલ્દી જ ‘લાલ સિંહ ચડ્ડા’ ફિલ્મમા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *