આ કામ કરવા વાળા લોકો ક્યારેય પણ નથી બનતા ધનવાન, સદાય રહે છે પૈસાની અછત! જાણો કયા કામ…

Spread the love

લોકો પૈસા કમાવા માટે તનતોડ મેહનત કરતાં હોય છે, તેમ છતાં કામ પ્રમાણે કમાણી નથી કરી શકતા. જે પણ પગલાં પૈસા કમાવા ભરેછે તેમાં હંમેશા નિરાશાજ મળે છે. તેમાં તેના કામ નો કોઈ વાંક નથી હોતો પણ તે અજાણતા કેટલીક ભૂલો કરે છે, જેના લીધે તેને નાણાકીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આજે આપણે એવિજ પાંચ ભૂલો વિષેની વાંત કરવાની છે જેનાથી નથી મળતી સફળતા.

ગંદા હાથે તુલસી ને અડવું

લગભગ હિન્દુ ધર્મ પાળતા બધાજ ઘર માં તુલસી નો છોડ તો હોયજ છે. જેને શુભ માનવમાં આવે છે. જેથી આપણે ક્યારેય પણ તુલસીજી ના પાન ને ખરાબ હાથ થી ન અડવા જોઈએ કે ના તોડવા જોઈએ. અલબત આ છોડને નુકસાન થાઈ તેવું પણ ના કરવું જોઈએ, આનાથી માતા લક્ષ્મી નારાજ થશે અને તમારા ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેશે.

રાત્રિ ની સફાઈ

હિન્દુ શાસ્ત્રો મુજબ ક્યારેય પણ રાત્રે સફાઈ કરવી ના જોઈએ. રાત્રે ના સમયે વાળવા થી માતા લક્ષ્મી નું અપમાન ગણાઈ છે. જેથી આ ઘર માં માતા લક્ષ્મી વસવાટ કરવાનું પસંદ નથી કરતાં. અને જેથી હંમેશા પૈસાની અછત સર્જાય છે. અને જો તમે રાત્રે ઘર માં વાળો છો તો તેને બંધ કરી દો.

ગુરુવારે નખ ના કાપવા

પૌરાણિક શાસ્ત્રો મુજબ ગુરુવારે નખ કાપવા એ અશુભ ગણવામાં આવે છે. એટલા માટે ક્યારે પણ ભૂલ થી પણ ગુરુવારના દિવસે તમારા હાથ કે પછી પગ ના નખ ના કાપો. જો આવું કરશો તો માં લક્ષ્મી નો અનાદર ગણાશે અને તમારું જીવન ગરીબી માં વ્યતીત થઈ શકે છે.

રાત્રે ના સમયે સેવિંગ કરવી

ઘણી વખત દિવસ ના બિજિ કામ કાજ ના કારણે લોકો રાત્રિના સમયે દાઢી કરવાનું પસંદ કરે છે. પણ શાસ્ત્રો અનુસાર રાત્રિ ના દિવસે ક્યારે પણ દાઢી ના કરો. અને બીજું કે શનિવાર ના દિવસે પણ દાઢી ના કરવી જોઈએ. આના કારણે અપશુકન થયું માનવમાં આવે છે. આવું ના કરવાથી હમેશા પૈસા ની તંગી વેઠવી પડશે.

કોઈ પણ સ્ત્રી નું અપમાન ના કરવું

સ્ત્રી ને લક્ષ્મી નો અવતાર માનવમાં આવે છે. જો તમે ક્યારેય સ્ત્રી નું અપમાન કરશો તો તે સ્વયં માતા લક્ષ્મી નું અપમાન બરાબર થશે. જે વ્યક્તિ તેના ઘર લક્ષ્મી એટલેકે પોતાની પત્ની કે માં કે પછી બહેન સાથે માથાકૂટ કે એનું અપમાન કરેછે તે ના ઘર માં માતા લક્ષ્મી ક્યારેય રહેતા નથી. આ ઘરની સુખ-સમૃદ્ધિ અને શાંતિ હંમેશા માટે ગાયબ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *