..

છેલ્લા ૫૦ વર્ષ થી સાવ બંધ હતી આ રહસ્યમયી તિજોરી, જયારે તેને ખોલવામા આવી તો અંદર નો હાલ જોઈ ઉડી ગયા હોશ

શેર કરો

આ રહસ્યમયી તિજોરી કે જે છેલ્લા ૫૦ વર્ષ થી બંધ હતી અને તેને ખોલવામા આવી હતી. આ તિજોરી ને અત્યાર સુધી ઘણા લોકોએ ખોલવા ની કોશિશ કરી હતી પણ કોઈ સફળ થયુ ન હતું. આ કેનેડા ના રહીશ સ્ટીફન મિલ્સ નામના વ્યક્તિ દ્વારા કરવામા આવ્યું છે. આશ્ચર્ય ની વાત તો એ છે કે, મિલ્સ ને પેહલા પ્રયાસમા જ આ રહસ્યમયી તિજોરી ખોલવામા સફળતા મળી હતી.

હકીકતમા, સ્ટીફન મિલ્સ તેમના પરિવાર સાથે આલ્બર્ટા વિસ્તાર મા વર્મિલિયન હેરિટેજ મ્યુઝિયમ ની મુલાકાત લેવા ગયા હતા. ત્યાં પ્રદર્શન મા ઘણી વસ્તુઓ રાખવામા આવી હતી. આ જ સમયે, ત્યાં આ રહસ્યમયી તિજોરી પણ હતી, જે ૧૯૭૦ ના દાયકા થી બંધ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તિજોરી અગાઉ બ્રુન્સવિકની એક હોટલમા હતી, જે છેલ્લે ૧૯૦૬મા ખોલવામા આવી હતી. જો કે તે બાદ તે ૧૯૭૦ ના દાયકામા બંધ થઈ ગઈ હતી અને ૧૯૯૦ ના દાયકામા હોટલ ના માલિકે આ તિજોરી ને સંગ્રહાલયમા દાન આપી દીધી હતી.

સંગ્રહાલયે ઘણીવાર તિજોરી ખોલવાનો પ્રયત્ન કર્યો. તેને ખોલવા માટે ઘણા નિષ્ણાતો ને પણ બોલાવવામા આવ્યા હતા, પરંતુ બધા નિષ્ફળ ગયા. આખરે આટલા લાંબા સમય બાદ, મિલ્સએ કરી બતાવ્યુ કે જેની કોઈ ને આશા નહોતી. મિલ્સએ ૨૦, ૪૦ અને ૬૦ નંબર અજમાવી એક જ વારમા તિજોરી ને ખોલી નાખી. જાણવા મળતા એહવાલ મુજબ, વ્યવસાયે વેલ્ડર, મિલ્સએ અહેવાલ આપ્યો છે કે તિજોરી નુ લોક વિચિત્ર સંખ્યાઓ નુ સંયોજન છે.

તેણે ઘડિયાળ ની દિશામા ત્રણ વખત નંબર વીસ ફેરવ્યો, ત્યારબાદ ૪૦ નંબર ને અવળી દિશામા બે વાર અને છેવટે ફરી થી સીધી દિશામા ૬૦ નંબર ને એકવાર ફેરવવા થી આ તિજોરી ખુલી ગઈ. જો કે, આ રહસ્યમયી તિજોરી મા કોઈ ખજાનો નહોતો પણ ૧૯૭૦ ના સમય ના રેસ્ટોરન્ટ ની ઓર્ડર બુક હતી. જેમા મશરૂમ બર્ગર તેમજ સિગરેટ ના પેકેટ ની પ્રાપ્તિ થઇ હતી, જેનુ અત્યાર ના સમય મા કોઈ મૂલ્ય રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *