..

આમિર ખાનની આ અભિનેત્રી પહેલી જ ફિલ્મથી બની ગઈ હતી સ્ટાર, હાલ જીવી રહી છે સન્યાસી જિંદગી

શેર કરો

હાલ બોલિવુડ ની આ અદાકારા ગ્રેસી સિંહ આજ રોજ તેમનો ૩૯મો બર્થ ડે ઉજવી રહી છે. બોલિવુડ ની ખ્યાતનામ અદાકારા ગ્રેસી સિંહ એ તેમની કારકિર્દી નો આરંભ અમીર ખાન ની મુવી લગાન થી શરુ કરી હતી. ગ્રેસી સિંહ ની આ પ્રથમ મુવી સકસેસ ગયા હોવા છતા પણ તે ફિલ્મ ઈંડસ્ટ્રિઝ મા થી જતી રહી. મુવી મા ગ્રેસી સિંહ આવી તે પૂર્વે તે ટેલિવિઝન ના કાર્યક્રમ મા કાર્ય ફરજ બજાવતી હતી. ૧૯૯૭ ના વર્ષ મા જીટીવી ના એક શો ‘અમાનત’ મા ગ્રેસી સિંહે ડીંકી નુ પાત્ર ભજવ્યુ હતુ.

ત્યારબાદ તે અમુક શો મા આવેલ અને ત્યાર પછી જ તેને લગાન મુવી માટે સિલેક્ટ કરવા મા આવી હતી. ‘લગાન’ મુવી ના ડીરેક્ટર આશુતોષ ગોવારિકર ને પોતાની મુવી મા ક્લાસિકલ નૃત્ય કરે તેવી અભિનેત્રી ની શોધ મા હતા કે જે કોઈ ગામડા ની યુવતી જેવી લાગે. ઓડિશન દેવા માટે જ્યારે ગ્રેસી સિંહ આવી ત્યારે તેણે જોયુ તો ઘણી બધી યુવતીઓ આવી હતી. તેમા થી તેને સિલેક્ટ કરી હતી.

આ મુવી મા સારુ એવુ પર્ફોર્મન્સ આપ્યા બાદ એમ થાય કે ગ્રેસી સિંહ ની કારકીદી શરૂ થઈ ગઈ હોત. સી એ પ્રકાશ ઝા નુ મુવી આવ્યુ હતુ ‘ગંગાજળ’ જેમા અભિનેતા અજય દેવગણ ની સાથે કાર્ય કર્યુ પણ આ મુવી મા તેમનો પાત્ર ઓછુ હોવા ને લીધે તેને ફાયદો થયો નહતો. ત્યારબાદ ગ્રેસી સિંહે વર્ષ ૨૦૦૪ મા સંજય દત્ત ની મુવી ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’ મા પણ જોવા મળેલ. પરંતુ આ મુવી મા અભિનય કરવા થી પણ તેમને કશો લાભ થયો ના હતો.

ગ્રેસી સિંહ ને મૂવી વધુ ના મળવા ને લીધે બી ગ્રેડ મુવી મા કામ કરવા નુ શરૂ કરી દીધુ. વર્ષ ૨૦૦૮ મા ગ્રેસી સિંહે કમાલ આર ખાન ની મુવી ‘દેશદ્રોહી’ મા અભિનય કરેલ. મૂવી મા તેમને સફળતા ના મળવા ને લીધે ગ્રેસી સિંહે ટેલિવીઝન મા ઝંપલાવ્યુ. ટીવી મા તેમણે સીરીયલ “સંતોષી માં” મા મુખ્ય પાત્ર ભજવ્યુ હતુ. આ અભિનય કરવાને લીધે ગ્રેસી સિંહ ને એક અલગ જ ઓળખ પ્રાપ્ત થયેલ.

આ મુવી અને સીરીયલ મા કામ કરનારી ગ્રેસી બ્રહ્મકુમારી આધ્યાત્મિક સંગઠન ની એક સભ્ય છે તથા તે પોતાનો વધુ પડતુ સમય આધ્યાત્મા ની શિક્ષણ મા વિતાવે છે અને બીજા ને પણ શીખ આપે છે. એક વાત તમારે જાણવા જેવી છે કે ગ્રેસી સિંહ બ્રહ્મકુમારી સંસ્થા ની સભ્ય હોવા ને લીધે તેણે મેરેજ કર્યા નથી. તેમણે જણાવ્યુ કે તેમને હજુ મેરેજ કર્યા નથી અને ભવિષ્ય મા પણ તેનો કોઈ ઈરાદો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *