..

જામનગર જિલ્લામાં છેલ્લા કલાક દરમિયાન કોરોનાથી વધુ બે દર્દીઓ ના મૃત્યુ

શેર કરો

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં બે દિવસ માટે કોરોનાના મૃત્યુ દર પર બ્રેક લાગી હતી, ત્યાર પછી ગઈકાલે ઉછાળો આવ્યો હતો, અને ચાર દર્દીઓના મૃત્યુ નિપજયા હતા.

દરમિયાન આજે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં વધુ 2 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. ધીમે ધીમે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે, જેના કારણે મૃત્યુના દરમાં પણ રાહત જોવા મળી છે. ઉપરાંત કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામા ઘણા લાંબા સમય પછી જામનગર શહેરનો આંકડો સિંગલ ડિજિટમાં આવી ગયો હતો. જોકે જેમા નહિવત વધારો થયો છે, અને 16 પોઝેટીવ કેસ નોંધાયા છે, તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં 11 દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો 27નો આંકડો નોંધાયો છે.

જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 840 દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જેની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં ચાર દિવસથી ઘટાડો નોંધાયા પછી ગઈકાલે ફિફ્ટિ થઈ હતી. જેમા આજે ફરી ઘટાડો નોંધાયો છે, અને કુલ 40 દર્દીઓને રજા મળી છે. જામનગર શહેરના 27 દર્દીઓ સાજા થઇ જતાં તેઓને રજા આપવામાં આવી છે. તે જ રીતે ગ્રામ્યના 13 દર્દીઓને રજા મળી છે.

જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 6,596નો થયો છે, જ્યારે જામનગર ગ્રામ્યના દર્દીઓનો આંકડો 1,658 સહિત કુલ 8,227 દર્દીઓ સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત થયા છે. જામનગર જિલ્લામાં સરકારી ચોપડે છેલ્લા દોઢ મહિનાથી કોરોના પોઝિટિવ 35 દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર કરાઈ રહ્યુ છે. જોકે સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ અને નોન-કોવિડ સહિત 840થી વધુ દર્દીઓના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર જિલ્લામાં બે લાખથી વધુ કોરોનાના સેમ્પલ એકત્ર કરાયા છે. કુલ 2,06,655 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જેમાં જામનગર શહેરના 97,571 જ્યારે ગ્રામ્યના 1,09,084 લોકોનું પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં હવે એક્ટિવ કેસમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને તેનો આંકડો 100ની અંદર આવી ગયો છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજની તારીખે જામનગર શહેરના 57 અને ગ્રામ્યના 38 મળી કુલ 95 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *