..

આણંદ જિલ્લામાં આગામી સપ્તાહથી ઠંડીનું જોર હજી વધવાની શક્યતા

શેર કરો

ઉત્તરભારતમાં તાપમાનનો પારો નીચે જતા છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં ધીમે ડગલે શિયાળાની શરૂઆત થઈ છે. લઘુત્તમ તાપમાનનો પારો ૧૬.૦ ડિ.સે. સુધી નીચે જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. sportfogadás tippmix

વહેલી પરોઢના સુમારે ઠંડીનો ચમકારો જોવા મળતા લોકોએ ગરમ કપડાંનો સહારો લેવો પડયો હતો. આગામી સપ્તાહથી જિલ્લામાં ઠંડીનું જોર વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. nyerögépes játékok ingyen kockás letöltése

ગત સપ્તાહ દરમ્યાન સમગ્ર આણંદ જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે છેલ્લા ત્રણ દિવસથી આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૮ ડિ.સે.થી નીચે જવા પામ્યો છે. sportfogadás tippmix ભેજવાળા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે.

વહેલી પરોઢે ફુલગુલાબી ઠંડીના કારણે વાતાવરણ અહ્લાદક લાગી રહ્યું છે. વહેલી પરોઢે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવાનો વારો આવ્યો છે. બીજી તરફ ઠંડીની શરૂઆત થતાં જ કેટલાક ધરતીપુત્રોએ રવિપાકના વાવેતરની તૈયારીઓ આરંભી દીધી છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૪.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૬ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૨૫.૦ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ઝડપ ૧.૯ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૮.૯ નોંધાયો હતો.

આગામી ત્રણ દિવસો દરમ્યાન લઘુત્તમ તાપમાનમાં હજી ઘટાડો નોંધાશે અને આગામી સપ્તાહથી શિયાળાની રંગત જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *