‘તારક મહેતા..’ની માધવીભાભીએ કહી દયાભાભી ને લઈ આ વાત કહ્યું કે….

Spread the love

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’મા દયાભાભીનુ કિરદાર દિશા વાકાણી ભજવતી હતી. આ કિરદારથી દિશા વાકાણી ચાહકોમાં ખુબ જ લોકપ્રિય બની હતી. જો કે દિશા ફક્ત ચાહકોમા જ નહી પરંતુ શોમા કાર્ય કરતી બીજી એક્ટ્રેસિસ જેનિફર મિસ્ત્રી, અંબિકા રંજનકર તથા સોનાલિકા જોષીની પણ ખાસ મિત્ર હતી. અત્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક ઈન્ટરવ્યૂમા સોનાલિકા જોષી એટલે કે શોની માધવી ભાભીએ દિશાને લઈ વાત કરેલ હતી. સોનાલિકાએ જણાવ્યુ કે વાસ્તવિક જીવનમા દિશા ખુબ જ નટખટ છે.

તે સેટ પર ક્યારેય કોઈની મજાક ઉડાડતી ન હતી પણ રીયલ લાઈફમા કાયમ મસ્તી કરે. દિશા જ્યારે પર સેટ પર હોય ત્યારે તે પોતાની બોડી લેંગ્વેજ કે પછી અન્ય બોલીથી સેટ પરના બધા જ વ્યક્તિઓને હસાવતી રહેતી હતી. તે સેટ પર ક્યારેય પણ ક્રોધિત થતી નહી, તે કોઈને પણ ધમકાવે પણ નહી અને રાડો પણ ન પાડે. મિસિસ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રીએ જણાવ્યુ કે તેણે દિશા સાથે પાંચ વર્ષ સુધી મેકઅપ રૂમ શૅર કરેલ હતો. દિશા, અંજલીભાભી એટલે કે નેહા મહેતા તથા તે એમ ત્રણ વ્યક્તિ મેકઅપ રૂમ શૅર કરતા હતા.

રૂમની અંદર ફક્ત બે જ બેડ હતા. નેહા એક બેડ પર આરામ કરે અને અન્ય બેડ પર દિશા. જ્યારે તે ચાલતી હોય તો દિશા એકાએક ઊભી થઈ જાય અને તેના માટે બેડ ખાલી કરી દે. આટલું જ નહી તેઓ એકબીજાની સાથે ભોજન પણ શૅર કરતા. તે જ્યારે તૈયાર થતી ત્યારે દિશા સહાયતા પણ કરતી હતી. જેનિફરે વધુમા જણાવ્યુ કે દિશા કાયમ અન્ય વિશે પહેલાં વિચારતી હતી. મેકઅપ કરતી વેળાએ જો તે પ્રથમ તૈયાર થઈ જાય તો તરત જ ખુરશી પરથી ઊભી થઈને તે જતી રહે.

તેને ક્યારેય એમ નથી કહેવુ પડ્યું કે મેકઅપ માટે ખુરશી પરથી ઊભી થા. તે રોજ અન્ય માટે ત્યાગ કરતી હતી. જેનિફરે આગળ જણાવે છે કે એક સમય એ પણ હતો કે જ્યારે દિશા નવી નવી ફોટોગ્રાફી શીખી હતી તથા તે તેને મોડલ બનાવતી અને કલાકો સુધી જુદા-જુદા પોઝ આપતી. તે કેટલીય વખત કંટાળી પણ જતી અને કહેતી કે હવે તો તે તેને મૂકે. તે સેટ પર જોકસ પણ કરતી.

જેનિફરે દિશાની એક ખુબી વિશે વાત કરતા કહ્યુ કે એક વખત તેનો ફોન નંબર જાહેર થઈ ગયો હતો અને તેને લીધે તેને કાયમના પચાસ ફોન આવતા. જો કે દિશાએ આનો અલગ જ ઉપચાર શોધી કાઢ્યો હતો. દિશાએ એક પણ ફોન ઉપાડ્યા ન હોય એવુ નહી. તેણે ઘણા ફોન ઉપાડ્યા હતા અને તેણે અવાજ ફેરવીને યુવાનનો અવાજ કાઢ્યો હતો. જે પણ ફોન આવે તો દિશા અવાજ ફેરવીને એમ જ કહે કે હેલ્લો, કોન બોલ રહા હૈં, મેમ અભી શૂટીંગ મૈં વ્યસ્ત હૈં. દિશાએ સંપૂર્ણ સ્થિતિને ઘણી જ આસાનીથી લીધી હતી. તે દિલથી ખુબ જ સારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *