ગ્રેટ ખલી કરતા પણ વધુ મજૂબત અને તાકતવર છે આ પાંચ મહિના ની દીકરી, બે માસ ની હતી ત્યારે કર્યું હતુ આ કારનામુ

Spread the love

વિશ્વમા કઈપણ અશક્ય નથી હોતુ. આપણી આજુબાજુ એવી અનેક ઘટનાઓ થાય છે, જેને માનવી એ મુશ્કેલ જ નહીં પણ અશક્ય લાગે. અત્યાર સુધી તમે જોયુ હશે કે જન્મ પછી બાળકને પોતાના પગ પર ઊભા રહેવામા ચાર થી પાંચ માસ નો સમય લાગતો છે. પણ હાલ અમે તમને એક એવી બાળકી વિશે જણાવીશુ કે જે ફક્ત બે માસની થઈ ત્યાર થી પોતાના પગ પર ઊભી થવા માંડી. આ બાળકીના માતાપિતાના કહ્યાનુસાર, તેમની દીકરી વિશ્વની સૌથી મજબૂત બાળકી છે. બાળકી ચાર માસની પણ થઈ ન હતી ત્યા તો આપ મેળે ઊભી થવા લાગી.

આ સમાચારે હાલ વિશ્વભરના માનવીનુ ધ્યાન ખેંચ્યુ છે. ૩૧ વર્ષની વયના તેજરા ફિન જોહન્સ્ટન તથા તેમની ૨૩ વર્ષીય પત્ની એમિલી ડેરિકે તેમની પાંચ માસ ની બાળકીના ફોટાઓ સોશિયલ મીડિયામા મુક્યા છે. આ બંને ઈંગ્લેન્ડના કિંગ્સવૂડ ના નિવાસી છે. આ કપલનુ કહેવુ એવુ છે કે તેમની બાળકી લૂલા બે માસની થઈ ત્યા તો ઊભી રહેવા માંડી હતી. ચાર માસની થઈ એ પૂર્વે તો કોઇપણ જાતની સહાયતા વિના સીધી ઊભી થવા લાગી. કપલ એવુ કહે છે કે લૂલા ખૂબ જ તાકાતવર છે. જન્મ પછી થી જ તે પોતાના માથા ને સીધી રાખવા સક્ષમ હતી.

સામાન્ય બાળક નુ માથુ સરખી રીતે આપણે પકડવુ પડે છે. લૂલાના હાડકાં એટલાં મજબૂત હતા કે તેને કોઇપણ જાતના સહારાની જરૂરત પડતી ન હતી. એ જ સમયે લૂલાનાં માતા-પિતા સમજી ગયા હતા કે તેમનુ સંતાન બીજા બાળક કરતા જુદુ છે. ૩૧મી જાન્યુઆરીના રોજ જન્મેલ લૂલા હાલ તેના પગ પર પોતાનો ભાર ઉચકી લે છે. આટલી નાની વયે આમ કરવાવાળી લૂલા પ્રથમ બાળક હોઇ શકે. પણ રેકોર્ડ ફક્ત એ બાળકના નામે જ નોંધાય છે, જે ચાલવાનુ શરૂ કરી દે છે.

હાલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સૌથી નાની વયે ચાલવાનો રેકોર્ડ રૂબેન રોબિંસન ના નામે બોલે છે, જે છ માસ નો થયો ત્યાર થી ચાલવાનુ શરૂ કર્યુ હતો. પોતાની બાળકી લૂલા ની ખાસિયત વિશે તેના માતા-પિતાએ જણાવ્યુ કે, કદાચ બંને ને યૂટ્યૂબ પર બળશાળી વ્યક્તિના વીડિયો જોવા ગમે છે, એટલે તેમની બાળકીમા એ અસર જોવા મળે છે. લૂલાના માતા-પિતા તેમની બાળકીને સ્પેશિયલ બાળક ગણે છે. એમનુ માનવુ છે કે જો આ વયમા તે આટલી મજબૂત છે તો આવનાર સમયમા અનેક રેકોર્ડ તોડી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *